જયેશ દોશી/નર્મદા: સરદાર સરોવર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુ ગેલેરીમાં જવા માટે પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો. સવારના લાઈનમાં ઉભા રહેલા પ્રવાસીઓને 3 વાગ્યા સુધી ઉભા રહેવું પડ્યું. આ દરમિયાન ટાઈમ પૂરો થઈ જતાં વ્યુ ગેલેરીમાં જવા ન દેતાં પ્રવાસીઓએ હોબાળો કર્યો હતો. જોકે પોલીસે દરમિયાનગીરી કરતાં આખરે મામલો થાળે પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16 ડિસેમ્બરે 11 હજાર જેટલાં પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે, કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પછી તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી છે. ત્યારે અવાર નવાર પડતી તકલીફોથી પ્રવાસીઓએ કંટાળીને હોબાળો મચાવ્યો હતો. હોબાળો થતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. 


વધુમાં વાંચો...અમદાવાદ: સ્ટેટ મોનિટરિંગ સેલે મહિલા દ્વારા સંચાલિત જુગારધામ ઝડપ્યું, 47 શકુનીઓની અટકાયત


સરદાર સરોવર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની સંખ્યામાં દિનપ્રતિ દિન વધારો થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો વ્યૂગેલેરીમાં જઇને સરદાર સરોવરને જોવા માટે અહિં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાપર્ણ થયુ ત્યારથી અહિં પ્રવાસીઓને વ્યૂગેલેરીની લિફ્ટમાં તકલીફ પડી રહી છે. જ્યારે વધારે પ્રવાસીઓ અહિં આવે ત્યારે લિફ્ટમાં તકલીફ પડી રહી છે.