જયેશ દોશી/કેવડિયા: હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજના 15 હજાર પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. તથા પ્રવાસીઓ ઉત્તરો ઉત્તરો વધારો થતા તંત્ર દ્વારા પણ વધુમાં વધુ પ્રવાસીઓનું આકર્ષણ સ્ટેચ્યુ પર રહે જે માટે વિવિધ પ્રકારની સુવિધાઓ વધારવામાં આવી રહી છે હાલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પર આવતા પ્રવાસીઓ માટે હવાઈ માર્ગ સાથે જળ માર્ગ માટે સી પ્લેનના પ્રોજેક્ટનો પ્રારંભ કરી દીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સીપ્લેન તળાવ નંબર 3માં ઉતારવામાં આવશે જોકે નર્મદા બંધના તળાવમાં 300 જેટલા મગરો છે, સુરક્ષા માટે વન વિભાગ નર્મદા દ્વારા મગર પકડવાની કવાયત શરૂ કરી દેવાઈ છે. હાલ તળાવના કિનારે પાંજરા ગોઠવ્યા હાલ 10 મગરો ઝડપાયા જેને નર્મદા બંધન મુખ્ય  સરોવરમાં છોડવામાં આવ્યા છે.


લોકસભા ચંટણી 2019: કોંગ્રેસમાંથી વધુ એક કુંવરજીએ ભાજપ સાથે કર્યું જોડાણ


આરીતે  આ મગરોને ખાલી કરવામાં આવશે, જે તળાવ નંબર 3માં સરકાર દ્વારા સી પ્લેન શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. જેમાં સૌથી મોટું જોખમ મગરો છે. ત્યારે યુદ્ધના ધોરણે નહિ પણ ગોકળ ગતિએ હાલ આ મગરો કઢાઈ રહ્યા છે. ત્યારે મગરો સંપૂર્ણ રીતે અહીંથી સ્થળાંતરિત થયા બાદ જ સી પ્લેનની સુવિધા આ સ્થળે શરૂ થશે.