Statue of Unity પર રેકોર્ડબ્રેક મુસાફરો નોંધાયા, ગીરના સિંહોને જોનારા વિઝીટર્સ પણ વધ્યા

- સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો
- સાસણ ગીર જંગલમાં પણ રેકોર્ડબ્રેક 8 લાખ મુસાફરો નોંધાયા
જયેશ દોશી/નર્મદા :દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) ને લઈને ઈન્ટરનેશનલ લેવલે આકર્ષણ વધી રહ્યું છે. અત્યાર સુધી અહી 50 લાખથી વધુ મુસાફરો આવી ચૂક્યા છે. તો બીજી તરફ, સાસણ ગીર જંગલમાં પણ રેકોર્ડબ્રેક 8 લાખ મુસાફરો નોંધાયા છે. કેવડિયામાં પીએમ નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા બનાવવામાં આવી છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31 ઓક્ટોબર, 2018 માં લોકાર્પણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 50 લાખથી વધુ મુસાફરો આવી ચૂક્યા છે. દિવસેને દિવસે અહી આવનારા દેશી અને વિદેશી મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) નો ડ્રીમ પ્રોજેક્ટ હતો. નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરીને આ માહિતી શેર કરી છે.
આ પણ વાંચો : ધૈર્યરાજની જેમ અમદાવાદની નાનકડી અયનાને પણ જરૂર છે 22 કરોડના ઈન્જેક્શનની
ગુજરાતના મુખ્યમંત્રી રહેતા પીએમ મોદીએ જાહેરાત કરી હતી. આ સ્ટેચ્યુ ઉપરાંત ફ્લાવર વેલી, બટરફ્લાય ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, સફારી પાર્ક, પક્ષીઘર, રિવર રાફ્ટીંગ, ચિલ્ડ્રન્સ પાર્ક વગેરે અનેક જોવાલાયક સ્થળો કેવડિયામાં ઉભા કરાયા છે. સ્ટેચ્યુ પાસે એક મ્યૂઝિયમ પણ બનાવવામાં આવી રહ્યું છે, જ્યાં આઝાદી પહેલા ભારતના 562 રજવાડાઓનો ઈતિહાસ બતાવવામા આવશે. સરદાર પટેલે વગર કોઈ શરતે આ રજવાડાઓનું ભારતમા વિલીનીકરણ કર્યું હતું.
આ પણ વાંચો : ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપો, પણ અમારા બાળકને જીવાડવા થોડી મદદ કરો... લાચાર માતાપિતાની અપીલ
20 વર્ષથી કમરના દુખાવા સામે ઝઝૂમતી મહિલાને બે જ દિવસમાં રાહત મળી