નકલી ઘીથી બચીને રહેજો! ગુજરાતના આ શહેરમાં રેડ પડી, ઝડપાયું 17 લાખનું 2700 કિલો ઘી
પાલનપુરના ગજાનંદ માર્કેટયાર્ડમાં આવેલ ધાનવી એન્ટરપ્રાઈઝમાં ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા રેડ કરીને 17 લાખ રૂપિયાની કિંમતનું 2700 કિલો શંકાસ્પદ ઘી ઝડપી પાડી તેને સીઝ કરીને વિવિધ 7 નમૂના લઈને પરીક્ષણ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના ગજાનંદ માર્કેટયાર્ડમાં આવેલ ધાનવી એન્ટરપ્રાઈઝમાં ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા રેડ કરીને 17 લાખ રૂપિયાની કિંમતનું 2700 કિલો શંકાસ્પદ ઘી ઝડપી પાડી તેને સીઝ કરીને વિવિધ 7 નમૂના લઈને પરીક્ષણ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
ક્ષત્રિયોએ શરૂ કર્યું "ઓપરેશન રૂપાલા", જાણો ભાજપનું સિંહાસન કેટલું છે જોખમમાં?
બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં નકલી તેમજ મિલાવટ અને શંકાસ્પદ ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાનું અનેકવાર બુમરાડ ઉઠી રહી છે ત્યારે પાલનપુરના ગજાનંદ માર્કેટમાં આવેલ ધાનવી એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ સેફટી વિભાગે રેડ કરી ધાનવી એન્ટરપ્રાઈઝ માંથી 17 લાખ રૂપિયાની કિંમતનું 2700 કિલો શંકાસ્પદ ઘી ઝડપી પાડી તેને સીઝ કરી અનમોલ પ્રીમિયમ બ્રાન્ડ ઘીના 6 અને લુઝ ઘીનો એક નુમુનો લઈને કુલ 7 નમુના પરીક્ષણ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
રૂપાલાના ફોર્મ સામે અપક્ષ ઉમેદવાર દેસાણીએ 34 વાંધા ઉઠાવ્યા, એક પણ મંજૂર નહીં
ધાનવી એન્ટરપ્રાઈઝનો માલિક હિતેશ મોદી બહારથી સસ્તું ઘી લાવી તેનું જુદા જુદા બ્રાન્ડમાં પેકીંગ કરી જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં વેચાણ માટે મોકલતો હતો. જોકે હિતેશ મોદી રાત્રી દરમિયાન ઘી બનાવી સવારે તે ગામડાઓમાં રવાના કરે તે પહેલાં જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી હતી અને 2700 કીલો શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું હતું.
ધોનીનું અપમાન કરવાનું ફળ ભોગવી રહ્યા છે આ IPL ટીમના માલિક? સાક્ષીએ આપી હતી ચેતવણી
મહત્વની વાત એ છે કે ધાનવી એન્ટરપ્રાઈઝનો મલિક હિતેશ મોદીએ તેની ફેકટરી ઉપર કોઈ જ બોર્ડ માર્યું ન હતું અગાઉ શંકાસ્પદ ઘીના બનાવટમાં પકડાયેલા છે તેની ઉપર જુદા જુદા ત્રણ કેસ થયેલા છે અને 21 લાખનો દંડ પણ થયેલ છે. જોકે ફરીથી તે શંકાસ્પદ ઘી બનાવતા પકડતા ફૂડ એન્ડ સેફટી વિભાગે કાર્યવાહી કરતા તેના જેવા અનેક મિલાવટ કરતા અને નકલી ઘી બનાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, FD કરતા પણ મળશે સારૂ વ્યાજ