Corona ના કેસ વધતા સમગ્ર ગુજરાતની ધો 1 થી 9 ની શાળાઓ બંધ, સરકારનો મહત્વનો નિર્ણય
રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે.
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના (CM Rupani) અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની (Coronavirus) સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓમાં (Schools Closed) સોમવાર 5 મી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ (Stop Teaching Work) રાખવામાં આવશે.
રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube