રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો; ગજબ રીતે ચોરી કરતી ગેંગ ઝડપાઈ
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર સુપર માર્કેટ સામેના રોડ ઉપર રીક્ષા નંબર GJ 16 W 0192 લઈ ઉભેલા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા.
ઝી બ્યુરો/ભરૂચ: ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં રીક્ષા લઈ ફરતા અને રાહદારીઓને રિક્ષામાં બેસાડી તેઓ પાસેથી રૂપિયા અને પાકીટ જેવી વસ્તુઓની ચોરી કરતા ત્રણ જેટલા ઈસમો આખરે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસની પકડમાં આવી ચૂક્યા છે.
લોકસભા પહેલાં ઘઉંની ખરીદી અંગે સરકારનો મોટો નિર્ણય! કરોડો ખેડૂતોને થશે સીધી અસર
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર સુપર માર્કેટ સામેના રોડ ઉપર રીક્ષા નંબર GJ 16 W 0192 લઈ ઉભેલા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં ત્રણેય ઈસમો શહેરના અલગ અલગ વિસ્તારમાં રીક્ષા લઈ ફરતા હતા અને રાહદારીઓને પોતાની રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ત્યાર બાદ તેઓ પાસે રહેલા રૂપિયા અને પાકીટ સહિતની વસ્તુઓ ચોરી કરી લેતા હતા.
Heart Attack: હાર્ટ એટેકના 30 દિવસ પહેલા શરીરમાં જોવા મળે છે આ 7 લક્ષણ
પોલીસે સમગ્ર મામલે કાદર ભાઈ અબ્દુલ ભાઈ શેખ રહે, મુસ્લિમ સોસાયટી, કોસંબા, અમીન હનીફ નાનાબાવા રહે, મુસ્લિમ સોસાયટી, કોસંબા તેમજ ઇમરાન યાકુબ પટેલ રહે, સુરતી ભાગોળ અંકલેશ્વર નાઓની ધરપકડ કરી તેઓ પાસેથી ઓટો રીક્ષા, મોબાઈલ 3 તેમજ 18 હજાર ઉપરાંતની રોકડ સહિત કુલ 89 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
30 વર્ષ બાદ શનિ દેવ સ્વરાશિ કુંભમાં થશે વક્રી, આ જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ, થશે લાભ