સુરતઃ સુરત શહેરમાં કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી પોલિસ કમિશનરેટ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 4થી વધારે લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ લાગી દેવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Junagadh: બાહુબલી જેટલુ હાથથી ઉપાડતો એટલું તો આ યુવાન મોઢાથી ઉપાડી લે છે


ચારથી વધારે નાગરિકોના ભેગા થવા ઉપર, કોઈ સભાનું આયોજન કરવા કે સરઘસ કાઢવા ઉપર તેમજ જાહેરમાં ઉશ્કેરણી કરે અને લાગણી દુભાય તેવા અભદ્ર, દ્વિઅર્થી ભાષા પ્રયોગ કરવા પર  આજ મોડી રાતથી(30 એપ્રીલથી)  ૧૩ એપ્રિલ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહીનો પણ આદેશ આપવામાં આવ્યો છે. 


Coronavirus તોડી રહ્યો છે તેના તમામ રેકોર્ડ, રાજ્યમાં 2252 નવા કેસ, 8 દર્દીઓના મોત


જો કે કમિશ્નર દ્વારા આ જાહેરનામામાં લગ્ન અને સરકારી તથા અર્ધ સરકારી ફરજ સાથે સંકળાયેલી સેવાઓ અને વ્યવસ્થાઓને છુટ આપવામાં આવી છે. તેથી જો લગ્ન કે મરણ પ્રસંગ હોય તો તેમને છુટ આપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, કોરોના કાળમાં હાલ સુરત હોટ સ્પોટ બનેલું છે. ગુજરાતનાં કુલ કેસ પૈકીના અડધો અડધ કેસ તો માત્ર અને માત્ર સુરતમાંથી જ આવે છે. જેના પગલે તંત્ર દ્વારા કડક પગલા ઉઠાવાઇ રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube