ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંભવિત કાર્યક્રમ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવતી 20મી જાન્યુઆરીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (sthanik swarajya election) નું જાહેરનામું પ્રસિદ્ધ થઈ જશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં 6 મહાનગર પાલિકા, 81 નગર પાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોમાં 20મી જાન્યુઆરીએ ચૂંટણી જાહેર થઈ જશે. જાન્યુઆરીના અંત સુધીમાં ઉમેદવારી પત્રો ભરાઈ જશે. ફેબ્રુઆરી મહિનાના મધ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન થઈ જશે અને ફેબ્રુઆરીના મધ્યમાં જ ચૂંટણીનું પરિણામ આવી જશે. 


આ પણ વાંચો : ઝી 24 કલાકની ઈમ્પેક્ટ : આખરે ગુજરાત સરકારે મ્યુકોરમાઈકોસીસ ફંગસ માટે એલર્ટ આપ્યું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે 6 મહાનગરપાલિકાઓને ફેબ્રુઆરીના અંત સુધી નવા મેયર મળી જશે. 81 નગર પાલિકા, 31 જિલ્લા પંચાત અને 231 તાલુકા પંચાયતોને માર્ચ મહિનામાં પ્રમુખ મળી જશે. કોરોના કાળમાં વિધાનસભાની પેટાચૂંટણી બાદ ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાર યાદીઓ અપડેટ થઈ રહી છે અને હવે તૈયારી થઈ ચૂકી છે. 


જાન્યુઆરીમાં કઈ ચૂંટણી જાહેર થશે તેના પર એક નજર કરીએ. સૂત્રોના હવાલેથી મળતી ખબર મુજબ, આવતા મહિને 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી જાહેર થશે. 81 નગર પાલિકાઓની ચૂંટણી જાહેર થશે. 31 જિલ્લા પંચાયતોની ચૂંટણી જાહેર થશે અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી જાહેર થશે. જે 6 મહાનગર પાલિકાઓની ચૂંટણી જાહેર થવાની છે, તેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર, સુરત અને ભાવનગર મહાનગર પાલિકા સામેલ છે. જૂનાગઢ અને ગાંધીનગર મહાનગર પાલિકા સિવાયની બાકીની છએ છ મહાનગર પાલિકામાં આવતા મહિને ચૂંટણી જાહેર થઈ જશે.