અમદાવાદ: શાહપુરમાં પોલીસ પર પત્થરમારો, રમઝાનમા લોકોને બહાર નીકળતા અટકાવતા મામલો બિચક્યો
અમદાવાદ (Ahmedabad) માં સંપૂર્ણ લોકડાઉન વચ્ચે શાહપુરમાં પથ્થરમારાની ઘટના બની છે. શાહપુર રાજાજીની પોળ અને નાગોરીવાડમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયો પથ્થરમારો થયો હતો. રમઝાન માસ દરમ્યાન લોકો ઘરની બહાર નીકળતા મામલો બિચક્યો હતો. જેથી પોલીસે ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. હાલ પત્થરમારાને પગલે શાહપુરમાં હાલ પરિસ્થિતિ ભરેલા અગ્નિ જેવી થઈ ગઈ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) માં સંપૂર્ણ લોકડાઉન વચ્ચે શાહપુરમાં પથ્થરમારાની ઘટના બની છે. શાહપુર રાજાજીની પોળ અને નાગોરીવાડમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયો પથ્થરમારો થયો હતો. રમઝાન માસ દરમ્યાન લોકો ઘરની બહાર નીકળતા મામલો બિચક્યો હતો. જેથી પોલીસે ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. હાલ પત્થરમારાને પગલે શાહપુરમાં હાલ પરિસ્થિતિ ભરેલા અગ્નિ જેવી થઈ ગઈ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તો પથ્થરમારામાં ચાર પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા.