હાર્દિક દિક્ષીત/વડોદરા: રામનવમીને લઈ નીકળેલી શોભાયાત્રામાં પથ્થર મારવાની ઘટના બની હતી. ત્યારબાદ શહેરના ફતેપુરા, કુંભારવાડા,યાકુતપુરા સહિતના વિસ્તારોમાં થયેલા તોફાનો મામલે પોલીસ દ્વારા મોડી સાંજે તોફાનીઓની ધરપકડની કાર્યવાહી કરાઈ હતી. પરંતુ હાલ વડોદરામાં રામજીના શોભાયાત્રા પર પથ્થરમારાના મામલે વડોદરા પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. કુંભારવાડાના રામજીની શોભાયાત્રા પર બદલો લેવાની ભાવના સાથે આયોજનપૂર્વક પથ્થરમારો કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્વાન જેવા ઉંદરો ધરતી પર ફરશે, જાણો વૈજ્ઞાનિકોના દાવામાં કેટલી છે સત્યતા


અગાઉ ફતેપુરાના પાંજરીગર મહોલ્લામાં બનેલ ઘટનાનો બદલો લેવા કુંભારવાડાના રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હોવાની વાત સામે આવી છે. વડોદરા પોલીસના સૂત્રોના હવાલેથી આ માહિતી મળી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં હાજર કરી 7 દિવસના રિમાન્ડ માંગ્યા છે. તોફાનમાં ઝડપાયેલા 23 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ હિયરીંગ શરૂ કરવામાં આવી હતી.


મચ્છર ભગાડનારી અગરબત્તીથી 6 લોકોના મોત, દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં શુ બન્યું


પોલીસ દ્વારા આરોપીઓના કુલ 5 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી. નામદાર કોર્ટ દ્વારા 23 પૈકી 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાયા હોવાની માહિતી મળી છે. 5 આરોપીઓના 2 તારીખ 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે, જ્યારે અન્ય 18 આરોપીઓને લઈ હિયરીંગ ચાલી રહ્યું છે. 18 આરોપીઓની જામીન સુનાવણી આવતીકાલે હાથ ધરાશે. આજે 18 આરોપીઓને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.


શું તમને પણ આવી આદત છે? તો સંભાળજો મિનિટોમાં જ થઈ જશો ગરીબ, ઘણા જ છે ગેર ફાયદા


તમને જણાવી દઈએ કે, ગઈકાલે રામનવમીની શોભાયાત્રામાં થયેલા પથ્થરમારાની ઘટના બાદ સીટી પોલીસે 16 પુરુષ અને 5 મહિલા આરોપી મળી 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં કેટલાક શકમંદોને દબોચી લીધા હતા. ત્યારબાદ પોલીસે ઝડપાયેલા તમામ તોફાનીઓ વિરૂદ્ધ F.I.R કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સીટી પોલીસ સ્ટેશનમાં તોફાની તત્વો સામે ફરિયાદ તો નોંધાઈ ચૂકી છે.


દર્દીઓ માટે નવતર પહેલ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓ જશે તો મળશે આ સુવિદ્યા


પોલીસે 45 આરોપીઓ સામે નામજોગ FIR દાખલ કરી છે, જેમાંથી 23 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. 500થી વધુના ટોળાં સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 360થી વધુ CCTV કેમેરાથી તોફાની તત્વોને પોલીસ શોધી રહી છે.