રાજકોટથી મોટી ખબર : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે વંદેભારત ટ્રેનમાં સફર કરી રહ્યા હતા તેના પર કરાયો પથ્થરમારો
Stone Pelting On Vandebharat Train : રાજકોટમાં ગુરુવારે રાતે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરાયો.... આ ઘટનામાં ટ્રેનના કાચને થયુ નુકસાન... આ જ ટ્રેનમાં હર્ષ સંઘવી કરી રહ્યા હતા મુસાફરી
Rajkot News : રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો કરાયો હતો. મોડી રાતે 9 વાગ્યાની આસપાસ રાજકોટ નજીક બિલેશ્વર સ્ટેશન પાસેથી પસાર થતી વંદેભારત ટ્રેન પર પથ્થર મારો કરાયો હતો. પથ્થર ફેંકી વંદે ભારત ટ્રેનના કાચને નુકશાન પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. પરંતું ચોંકાવનારી બાબત એ છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે વંદેભારત ટ્રેનમાં સફર કરી રહ્યા હતા તેના પર પથ્થરમારો થયો છે. સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોતમાં ગુરુવારે રાતે 9 કલાકે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરાયો છે. રાજકોટ નજીક બિલેશ્વર સ્ટેશન પાસે આ ઘટના બની હતી. આ ટ્રેનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે પથ્થર ફેંકી વંદે ભારત ટ્રેનના કાચને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. સમગ્ર મામલે રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.
C4 અને C5 કોચમાં કાચ ફૂટ્યા
રાજકોટ મંડળ સુરક્ષા આયુક્ત પવનકુમાર શ્રીવાસ્તવે આ ઘટના વિશે જણાવ્યું કે, રાજકોટ સ્ટેશનના 4 કિલોમીટર પહેલા પથ્થરમારો કરાયો હતો. C4 અને C5 કોચમાં કાચ ફૂટ્યા હતા. ટ્રેનને કોઈ મોટું નુકસાન નથી, કોઈને ઇજા પણ પહોંચી નથી. ટીમ બનાવી તપાસ કરવા આદેશ આપ્યો છે. આ વિસ્તારમાં ઘણી બધી ઝૂંપડપટ્ટીઓ આવેલી છે. ઘણી વખત આ વિસ્તારના બાળકો પથ્થરો ફેંકતા હોઈ છે જેને લઈને જાગૃતતા માટે પણ અભિયાન ચલાવીએ છીએ. હાલ ટીમો તપાસ કરે છે, પૂછપરછ શરૂ કરવામાં આવ્યું છે. વંદે ભારત ટ્રેનમાં એસ્કોર્ટ પણ હોય છે. જેના દ્વારા પણ તપાસ કરી હતી. બીલેશ્વર આસપાસના લોકોની અને મુસાફરોની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતના ખેડૂતોની કમાણી વધશે : વન વિભાગની આ જાહેરાતથી ખાતામાં સીધા રોકડા પડશે
ભર શિયાળે દેશના 4 રાજ્યોમાં એકસાથે ભૂકંપના આંચકા આવ્યા, ગુજરાતમાં પણ ધ્રૂજી ધરા