પ્રેમલ ત્રિવેદી/પાટણ: જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજા એ તોફાની એન્ટ્રી શરૂ છે જેને લઈ જિલ્લામાં સાર્વત્રિક પરસાદ વરસવા પામ્યો છે ત્યારે હારીજમાં ગત રાત્રીથી આજ બપોર સુધીમાં 7 ઇંચ વરસાદ વરસવા પામ્યો છે. ત્યારે વરસાદે સમગ્ર પંથકમાં પાણી-પાણી કરી દીધું છે. ત્યારે હારીજના ખેમાસર વિસ્તારમાં આવેલ ખેમાસર પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂગર્ભ ગટરના પાણી ગરકાવ થઈ જતા શાળા મુશ્કેલીમાં મુકાઈ હતી. અને નીચે આવેલ 3 ઓરડામાં પાણી ભરાયા છે. જેને લઈ શિક્ષણકાર્ય ખોરવાયું છે. ત્યારે દર ચોમાસામાં આવી સ્થિતિ નિર્માણ થતા શાળાના સત્તાધીશોએ હારીજ પાલિકા અને પ્રાથમિક શિક્ષણ પાટણને અનેક વખત લેખિતમાં જાણ કરી યોગ્ય નિકાલ લાવવા જણાવ્યું છે.


1968 અને 1986 બાદ હવે વર્ષ 2019માં કેન્દ્ર સરકાર લાગુ કરશે ‘નવી શિક્ષણનીતિ’


પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ના કરાતા આજે આ શાળા પાણી માં ગરકાવ થઈ જવા પામી છે જે ને કારણે ક્યાંક ને ક્યાંક શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના અભ્યાસ પર પણ માઠી અસર થવા પામી છે ત્યારે આ શાળા પર તંત્ર દ્વારા કયારે નજર નાખવામાં આવશે અને આ મોશ્કેલીઓ નો ક્યારે હલ થાય છે તે તો જોવાનું રહ્યું.


જુઓ LIVE TV