ઝી ન્યૂઝ/પાટણ: ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. પણ હવે હવામાન વિભાગે વાતાવરણમાં પલટો આવ્યો છે. સોમવારથી આગામી કેટલાંક દિવસો સુધી બંગાળની ખાડીમાંથી આવતી ભેજવાળી હવાઓ ઉત્તર ભારતને રાહત પહોંચાડશે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી પવન ફુંકાવવાનાં અણસાર છે. ક્યાંક વીજળી વાદળનાં અવાજ અને વરસાદ પડવાની સંભાવના છે. કેટલાંક વિસ્તારમાં ભારે પવન ફુંકાઇ શકે છે. જેનો વેગ 40થી 50 કિમી પ્રતિ કલાક હોઇ શકે છે. અમરેલી બાદ પાટણમાં બપોરના સમયે તોફાની પવનો ફૂંકાયા હોવાની માહિતી મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે પાટણ જિલ્લામાં બપોરે તોફાની પવનો ફૂંકાયા છે. પાટણ સહિત સમગ્ર જિલ્લામાં ભારે પવન ફૂંકાતા લોકોની ચિંતામાં વધારો થયો હતો. જિલ્લાના ચાણસ્મા અને સાંતલપુરમાં ભારે પવન ફૂંકાયા હોવાની માહિતી છે. ચાણસ્મામાં ભારે પવનને લઈ પતરાના સેડ ઉડતા સીસીટીવીમાં કેદ થયા હતા. ભારે પવનથી દુકાન પરનો પતરાંનો ભારે વજનવાળો સેડ પણ હવામાં ઉડતો CCTV માં કેદ થયો છે. ભારે પવનથી પતરાનો સેડ ઉડી દૂર ફગોળાયો હતો. જો કે સદનસીબે કોઇ જાનહાની થઈ નથી.


ગૌરવની વાત: શક્તિપીઠ અંબાજીને એશિયાનો સૌથી મોટો ટુરિઝમ એવોર્ડ 2022 એનાયત


નોંધનીય છે કે, સોમવારે બપોર પછી એકાએક ભારે ગરમી વચ્ચે અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમા વાતાવરણમાં પલટો આવ્યો હતો. એટલું જ નહીં, સાવરકુંડલાના કેટલાક ગામોમાં મીની વાવાઝોડુ ફુંકાયું હતું. ત્યારબાદ આદસંગ, થોરડી, ઘનશ્યામનગર જેવા ગામોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ખાંભા તાલુકાના ભાણીયા, નાનુડી, પીપળવા ગામમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. આ સિવાય રાજુલાના ધુડિયા આગરિયા, મોટા આગરીયા, નવા આગરિયા ગામમાં વરસાદ પડી રહ્યો હોવાના સમાચાર હતા. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેરીના પાકને નુકસાનની સંભાવના સેવવામાં આવી રહી છે. ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.


સુરતમાં 14 એકરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનશે, હર્ષ સંઘવીએ રમતવીરો માટે કરી જાહેરાત


ઉલ્લેખનીય છે કે, રાજ્યભરના કેટલાક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ વાતાવરણમાં પલટો જોવા મળવાનો છો. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન અને માવઠુ થાય તેવી શક્યતા વ્યકત્ કરી છે. જેથી માર્કેટયાર્ડે વેપારીઓ-ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપી છે.


ઉલ્લેખનીય છે કે, હવામાનમાં આવેલા આ ફેરફારને કારણે ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. મધ્ય અને પૂર્વ ભારત ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્રમાં પારો 2-3 ડિગ્રી નીચે આવી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડી અને ઉત્તર-પૂર્વમાંથી આવતા પવનોને કારણે બિહાર, ઝારખંડ, બંગાળ અને ઓડિશામાં આગામી 5 દિવસ સુધી જોરદાર આંધી અને વાવાઝોડું આવી શકે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube