ઉદય રંજન/અમદાવાદ : શહેરના વટવા વિસ્તારમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો જેમાં એક બંગલોઝમાં ચોરી થઈ અને ફરિયાદીએ રૂપિયા ૮ લાખની ચોરી થઇ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાવડાવ્યો પરંતુ પોલીસ તપાસના અંતે સમગ્ર ચોરીની ફરિયાદમાં રૂપિયા 1.82 લાખની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. આટલું ઓછું  હોય તેમ આ ચોરીની પાછળ વટવા પોલીસને શરૂઆતથી જ પ્રબળ શક્યતાઓ હતી. કોઈ ઘરનો જ વ્યક્તિ સમગ્ર ચોરીમાં સંડોવાયેલા છે અથવા તો ઘરના જ કોઈક એક વ્યક્તિએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. અત્યારે આવો જોઈએ સમગ્ર ચોરીની ઘટના પાછળ ઘરનો જ વિભીષણ કોણ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Anand ચોકડી પાસેથી પકડાયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ, બેની ધરપકડ


વટવા પોલીસની ગિરફતમાં ઉભેલી આ બંન્ને મહિલાના નામ છે, જેમાંથી એકનું નામ રિદ્ધિ છે અને બીજી મહિલાનું નામ રોહિણી છે. જે સંબંધે ફોઈ છે. આ બંન્ને મહિલાઓએ ભેગા મળીને પોતાના જ ઘરમાં ચોરી કરવાનો ષયડયંત્ર રચી કાઢ્યું હતું. જેમાં રિદ્ધિ નામની મહિલા છે તેણે પોતાના બોયફ્રેન્ડને મીંઘોદાટ આઈફોન ગિફ્ટ આપવા માટે થઈને ચોરી કરી હોવાની કેફિયત પોલીસ સમક્ષ વર્ણવી છે. જ્યારે અન્ય બીજી મહિલાએ તેમની મદદગારી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે પોતાના જ ઘરમાં આ રીતે ચોરી કરવી તેને લઈને હાલ બન્ને મહિલાઓનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.


રાફેલ વિમાનને 101 સ્ક્વૉડ્રનમાં સામેલ કરાયા, હાશીમારા ખાતે ભવ્ય કાર્યક્રમની ઉજવણી


આજથી અઠવાડિયા અગાઉ વટવા નિગમ રોડ પાસે આવેલા રાજધાની બંગલોઝમાં ચોરી થઈ છે, તેવો કોલ.પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો. જેના આધારે સ્થાનિક પોલીસ એટલે કે વટવા પોલીસે ઘટના સ્થળે પોહચીને તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસના અંતે પોલીસે રૂપિયા આઠ લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધી હતી. શરૂઆતથી જ પોલીસને પ્રબળ શકયતા હતી જ કે ઘરની જ કોઈ વ્યક્તિ આ ચોરીમાં સંડોવાયેલી છે પરંતુ પોલીસ રાહ જોઈ રહી હતી. તો માત્ર યોગ્ય અને સાયન્ટિફિક પુરાવાઓની અને આખરે વટવા પોલીસને એ તમામ પુરાવાઓ મળી ગયા. જેના આધારે જે ઘરમાં ચોરી થઈ હતી તે ઘરની વહુ એટલે કે ફરિયાદીની પત્ની જ આરોપી છે તેવું પુરવાર કર્યું હતું સાથોસાથ તેની મદદગારીમાં જે મહિલા સામેલ હતી તે પણ બીજું કોઈ નહિ મહિલા આરોપી રિદ્ધિની ફોઈ રોહિણી જ નીકળી હતી. પોતાના જ ઘરમાં ચોરી કરી અને ઘરના જ વ્યક્તિઓની સંડોવણી સામે આવતા ફરિયાદીના માથે જાણે આભ તૂટી પડ્યું અને પગ નીચેથી જમીન સરકી પડી હતી. જો કે કહેવાય છે ને કે કાયદો હમેંશા કાયદાથી જ કામ કરે છે.


Nadiad Municipality ની સામાન્ય સભા મળી, ચેરમેન અને સભ્યોના નામની કરી જાહેરાત


સમગ્ર ચોરી કેસમાં વટવા પોલીસે સમગ્ર મુદ્દમાલ રિકિવર કરી લીધો છે ત્યારે આરોપી મહિલા રિદ્ધિના જેની સાથે પ્રેમ સંબંધ હતા તે પુરુષ બોટાદ ખાતે રહે છે તેની પણ પૂછપરછ માટે વટવા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો છે મહત્વનું છે કે પ્રાથમિક તબબકે એ યુવકનો આ સમગ્ર કેસમાં કોઈ રોલઆઉટ જણાઈ આવતો થઈ જેથી પોલીસ યુવક વિરુદ્ધ કોઈ પગલાં લેશે નહિ પરંતું જો કોઈ પણ ખૂણે મહિલાના પ્રેમીની ભૂમિકા પોલીસના નજરે ચઢશે તો ચોક્કસથી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે.તેવું પોલીસનું કહેવું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube