પોરબંદરની વિચિત્ર કોરોના હોસ્પિટલ: ન પીવાનું પાણી, ન લિફ્ટ કે ન કોઇ પ્રાથમિક સગવડ !
કોરોના વાયરસના મહામારીને પહોંચી વળા અને કોરોના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે દરેક જિલ્લામાં તાત્કાલિક ધોરણે કોવીડ-19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. પોરબંદરમાં કોવીડ હોસ્પિટલના કારણે કોરોનાના દર્દીઓને તો જરુરી સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ કોવીડ હોસ્પિટલ પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં જ કાર્યરત કરાઈ છે અને સિવિલ હોસ્પિટલને નર્સિગ કોલેજમાં શિફ્ટ કરાઈ છે. જ્યા હોસ્પિટલમાં જરુરી હોય તે લીફ્ટ સહિતની સુવિધાઓ નહી હોવાથી દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પોરબંદર: કોરોના વાયરસના મહામારીને પહોંચી વળા અને કોરોના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે દરેક જિલ્લામાં તાત્કાલિક ધોરણે કોવીડ-19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. પોરબંદરમાં કોવીડ હોસ્પિટલના કારણે કોરોનાના દર્દીઓને તો જરુરી સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ કોવીડ હોસ્પિટલ પોરબંદરની ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં જ કાર્યરત કરાઈ છે અને સિવિલ હોસ્પિટલને નર્સિગ કોલેજમાં શિફ્ટ કરાઈ છે. જ્યા હોસ્પિટલમાં જરુરી હોય તે લીફ્ટ સહિતની સુવિધાઓ નહી હોવાથી દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
તાંત્રીકે બે યુવતીઓને બોલાવીને કહ્યું આપણે ખાસ વિધિ કરવાની છે, તમારે તમામ કપડા ઉતારવા પડશે અને...
કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત વિશ્વભરના અર્થતંત્રથી લઈને થોડે અંશે તમામ સેવાઓને નકારાત્મક અસર પહોંચાડી છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં સરકારી સિવિલ એવી ભાવસિંહજી હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં ગરીબ અને જરુરીયાતમંદ દર્દીઓ સારવાર અર્થે આવતા હતા. તે હોસ્પિટલમાં આજથી સાતેક માસ પૂર્વે કોવીડ હોસ્પિટલ તરીકે રુપાંતરણ કરી દેવામાં આવી છે. જ્યા વિદ્યાર્થીઓને નર્સિગ કોર્ષનો અભ્યાસ કરાવાતો હતો તે સ્કૂલમાં ભાવસિંહજી હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે. નર્સિંગ સ્કૂલને હોસ્પિટલ બનાવી દેવામાં આવી પરંતુ ભાવસિંહજી હોસ્પિટલમાં જે બ્લડ બેન્કથી લઈને લેબોરેટરી-સોનોગ્રાફી સહિતની જે સુવિધાઓ એક હોસ્પિટલમાં જે જરુરી હોય છે તેવી સુવિધાઓ આ નર્સિગ સ્કૂલમાં બનાવાયેલ હોસ્પિટલમાં ઉપ્લબ્ધ નથી જ પરંતુ બિમાર અને વૃદ્ધ દર્દીઓ માટે આવશ્યક લીફ્ટની સુવિધા પણ હાલમાં અહી નહી હોવાથી મોટી ઉમરના દર્દીઓને ના છુટકે બિમાર હોવા છતા દાદરા ચડવાની પણ ફરજ પડી રહી છે. હાલમાં કોરોના વાયરસના સમયમાં સ્વચ્છતા ખુબજ જરુરી છે, પરંતુ આ હોસ્પિટલમાં ઠેક-ઠેકાણે ગંદકી પણ જોવા મળી રહી છે. ઉપરાંત પીવાના પાણી માટે ફિટ કરાયેલ કુલર પણ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે. પોરબંદરના સ્થાનિકો દ્વારા એવી માંગ કરાઈ રહી છે કે વહેલીતકે લીફ્ટ સહિતની સુવિધાઓ અહી આપવામાં આવે. જો બની શકે તો કોવીડ હોસ્પિટલ ત્યા નર્સિગ સ્કૂલ ખાતે લઈ જવી જોઈએ અને પહેલાની જેમ રાબેતા મુજબ ભાવસિંહજી હોસ્પિટલમાં ફરીથી હતી ત્યા જ લઈ જવી જોઈએ.
છેલ્લા અનેક ચોમાસાઓથી ભાવનગર-અમરેલી જિલ્લાના માર્ગો બિસ્માર, હવે તો રોડ શોધવો મુશ્કેલ
પોરબંદરની નર્સિગ સ્કૂલમાં ભાવસિંહજી હોસ્પિટલને ટ્રાન્સફર કરી ઓપીડી સહિતની સારવાર હાલમાં આ નર્સિગ સ્કૂલમાં આપવામાં આવી રહી છે, પરંતુ ભાવસિંહજી હોસ્પિટલ કે જેન હાલમાં કોવીડ હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે. આ હોસ્પિટલમાં જે સુવિધાઓ છે બિમાર દર્દીઓને લઈ જવા માટે લીફ્ટ સહિતની જે સુવિધાઓ છે તે સુવિધાઓ નર્સિગ સ્કૂલમાં બનાવાયેલ હોસ્પિટલમાં નહી હોવાથી દર્દીઓને જે મુશ્કેલી પડી રહી છે. તે અંગે જ્યારે ભાવસિંહજી સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનને પુછવામાં આવ્યુ ત્યારે તેઓએ એવુ જણાવ્યુ હતુ કે, જ્યારે કોરોની શરુઆત થઈ ત્યારે ભાવસિંહજી હોસ્પિટલને કોવીડ હોસ્પિટલ બનાવી દીધી હોવાથી ઓપીડીની વૈકલ્પિક સુવિધા માટે નર્સિંગ સ્કૂલમાં ઓપીડીને શરુઆત કરવામાં આવી હતી.લીફટનો જે પ્રશ્ન છે તો જ્યારે આ સ્કૂલ બની હતી ત્યારથી લીફ્ટ ન હતી પરંતુ લોકડાઉનને હોવાથી લીફ્ટ બનાવી શકઈ ન હતી પરંતુ હાલમાં લીફ્ટ બનાવવા માટેની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.
હથેળીમાં ચાંદ બતાવી લાખો રૂપિયા ફી ઉઘરાવતી શાળાઓ બાળકોની સુરક્ષા મુદ્દે ઉદાસીન
કોરોના વાયરસની મહામારીથી લોકોને બચાવવા માટે સરકાર દ્વારા જે પગલાઓ ભરવામાં આવ્યા છે અને દરેક જિલ્લામાં જે રીતે કોવીડ હોસ્પિટલ બનાવવામાં આવી છે તે વાત આવકાર્ય છે અને જરુરી પણ છે પરંતુ સાથે જ કોરોના સિવાયના પણ જે ગરીબ અને સરકારી હોસ્પિટલે આવતા દર્દીઓ જે છે તેઓને પણ જરુરી સારવાર અને સુવિધા મળી રહે તેવી માંગ પોરબંદરના શહેરીજનો કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube