* સાયબર ક્રાઇમે પકડ્યું બોગસ કોલ સેન્ટર
* બે આરોપીઓને  ઝડપતા સામે આવી નવી મોડ્સ ઓપરેન્ડી
* હવે ચાલે છે માત્ર બે કે ચાર સીટીંગના ઘરમાંથી જ કોલ સેન્ટર
* મોબાઈલ એપ્લિકેશન મારફતે નંબર આપ્યા વગરજ વિદેશી નાગરિકોને છેતરવાની નવી મોડેશ ઓપરેન્ડી સામે આવી 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં હવે બોગસ કોલ સેન્ટર ચલાવતા શખ્સો મોડસ ઓપરેન્ડી બદલી રહ્યા છે. અમદાવાદમાંથી આવુ જ કોલ સેન્ટર ફરી સાઇબર ક્રાઇમે ઝડપી લઇને બે આરોપીઓની ધરપકડ કરી છે. જોકે પોલીસ પણ સ્વિકારે છે કે, પોલીસની રેડ અને લોકોની નજરમાં ન આવવા માટે આરોપીઓ નવી મોડ્સ ઓપરેન્ડીથી ઘરમાં જ કોલ સેન્ટર ચલાવી રહ્યા છે. જેમાં માત્ર બે થી ચાર આરોપીઓ કોલ સેન્ટર ચલાવી વિદેશી નાગરિકો સાથે છેતરપીંડી કરે છે.


VADODARA માં ફાયર વિભાગ કે યુદ્ધનું મેદાન, અધિકારીએ જુનિયરને લાફા મારી ગાડીને ગાભા મરાવ્યા અને...


સાયબર ક્રાઇમ પોલીસની ગિરફતમાં ઉભેલા આ બન્ને શખ્સો આમ સાળો બનેવી થાય છે. પણ ગુનાહિત કૃત્ય કરવામાં પણ આ જોડી એ સબંધ સાચવ્યો. સાળા બનેવીની ગેંગ  સંખ્યાબંધ અમેરિકન નાગરિકોને ચુનો ચોપડી ચૂકી છે. અને મોટેરા વિસ્તારમાં બોગસ કોલ સેન્ટર ચલાવી લોન કંપનીના કર્મચારી હોવાનું કહી ગિફ્ટ કાર્ડની લાલચ આપીને છેતરપિંડી આચરતા હતા. ગિફ્ટ કાર્ડના બદલામાં રોકડેથી વ્યવહાર કરવાનું કહી લોકો પાસે પૈસા પડાવતા હોવાનું સામે આવ્યું છે. ગૌરાંગ રાઠોડ અને અમનદીપ ભાટિયા નામના બંને આરોપીઓ છ મહિનાથી ઘરમાં જ બેસીને આ કોલ સેન્ટર ચલાવતા હતા. ઘણા સમયથી તેઓ આ પ્રવૃત્તિ બન્ધ કરીને બેઠા હતા પણ ફરી એક વાર નાણાકીય અછત સર્જાતા તેઓએ ફરી કોલ સેન્ટર શરૂ કર્યું પણ આ વખતે પોલીસથી બચી ન શક્યા.


VADODARA પોલીસ આ રીતે આરોપીઓ પકડે છે? જેણે ચોરી જ નથી કરી તેને ઢોર માર માર્યો


પકડાયેલા આરોપીઓ ઘરમાં બેસીને ગેરકાયદેસર કોલસેન્ટર ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે નવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડી પ્રમાણે અગાઉ રખિયાલ, સરખેજ અને સાયબર ક્રાઇમે જેટલા પણ કોલ સેન્ટરના કેસ કર્યા તેમાં તમામ કેસોમાં બે કે ચાર લોકો જ પકડાયા હતા. જેથી પોલીસ પણ માની રહી છે કે, હવે આરોપીઓમાં પોલીસનો ડર બેઠો છે અને લોકોની બાતમી આપી દેવાના ડરથી ભાડે ઓફિસ રાખવાના બદલે પોતાના જ ઘરમાં આ કૌભાંડ ચલાવી રહ્યા છે. પોતાની જગ્યાની સાથે સાથે સબંધીઓ કે પોતાના જ અંગત મિત્રોને સાથે રાખી બોગસ કોલ્સ સેન્ટર ચલાવી રહ્યા છે. આરોપીઓના મોટા કોલ સેન્ટરને ડામવામાં પોલીસ સફળ રહી છે.  પરંતુ નાના સેન્ટર ચલાવતા લોકોને પણ રોકવામાં હવે પોલીસ કેટલી હદે સફળ થાય થાય છે તે હવે જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube