Surat News : સુરતને સ્વચ્છ સિટી અને સ્માર્ટ સિટી બંનેનું બિરુદ મળ્યુ છે. પરંતું હવે હરણફાળ વિકાસ કરતા આ શહેરને નવુ ટાઈટલ આપવુ પડશે તેવુ લાગી રહ્યું છે. સુરતમાં જે રીતે શ્વાનનો આતંક છે તે જોતા હવે સુરતને શ્વાન સિટી ડિલેકર કરવી જોઈએ. શાસકોએ હવે ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે, જે શહેરમાં ડાયમંડ બુર્સની વાતો થાય છે, ત્યાં હવે રખડતા શ્વાનોનું રાજ છે. આ વાત અમે નહિ, પરંતું આંકડો પુરવાર કરે છે. એક વર્ષમાં કુલ ૧૯૮૯૮ લોકોને સુરતમાં શ્વાન કરડવાના કિસ્સા સામે આવ્યા છે. જે રીતે સુરતમાં શ્વાન કરવાડાના કેસ આવી રહ્યાં છે અને તે બતાવે છે કે શહેરમાં રખડતા શ્વાનનો આતંક કેટલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં શ્વાનોનો આતંક ધીરે ધીરે વધી રહ્યો છે. સુરત સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં રોજના ૧૦૦ થી વધુ કેસો ડોગ બાઈટના આવી રહ્યાં છે. એક વર્ષમાં કુલ ૧૯૮૯૮ લોકોને શ્વાન કરડ્યા છે. સુરતમાં રખડતા શ્વાનનો સૌથી વધુ ભોગ બાળકો બની રહ્યાં છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં કુલ ૪ લોકોના રખડતા શ્વાનને કારણે મોત થયા છે, જેમાં ૩ બાળકો હતા. 


કેનેડામાં ભયાનક કાર અકસ્માતમાં 3 ભારતીયોનું મોત : મૃતકોમાં બે સગાભાઈ, અને એક મિત્ર


સુરત સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૩- ૨૪ માં ૧૨૨૫૧ લોકોને શ્વાન કરડ્યા હોવાના કેસો નોંધાયા 
સુરત સ્મીમેર હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૩- ૨૪ માં ૭૬૪૭ લોકોને શ્વાન કરડ્યા હોવાના કેસો નોંધાયા 


સુરતના પાંડેસરા વિસ્તારમાં સૌથી વધુ શ્વાનોનો આતંક હોવાનું સામે આવ્યું છે. સાથે જ સુરત મહાનગર પાલિકા તરફથી રસીકરણ અને ખસીકરણ કરેલી કાર્યવાહીની કોઈ અસર થતી હોય તેવું દેખાતુ નથી. સુરત પાલિકાના આંકડા કહે છે કે, વર્ષ 2023 -2024 માં એપ્રિલથી ફેબ્રુઆરીમાં કુલ 15,135 શ્વાન પકડવામાં આવ્યા છે. જેમાં 13,643 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. રોજના 60 થી 70 રસીકરણના ઓપરેશન કરવામાં આવે છે. રોજની પાંચ જેટલી પાર્ટી શ્વાન પકડવાની પાર્ટી કામ કરે છે. ભેસ્તાન ઢોર પાર્ટી ડબ્બા ખાતે 630 શ્વાન રાખવાની કેપિસિટી વારા ડબ્બા રાખવામાં આવ્યા છે. પકડેલા શ્વાનને એનિમલ વેલ્ફેર ગાઇડલાઇન્સના નિયમ મુજબ 5 દિવસની અંદર જે તે સ્થળે પાછા મૂકવામાં આવે છે. જે સ્થળે શ્વાનને બાળકીને કરડી ખાધું હતું તે સ્થળે 7 શ્વાન પકડવામાં આવ્યા હોવાનો મનપાએ દાવો કર્યો છે. પરંતુ આ દાવો પોકળ સાબિત થતો દેખાય છે. 


ગુજરાતના કૃષિ મંત્રની તબિયત લથડી : ચાલુ કાર્યક્રમમાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો


બાળકો સૌથી વધુ શિકાર 
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. ઘર આંગણે રમતા બાળકો હોય કે સ્કૂલે જતા બાળકો સહિત લોકો પર શ્વાનનો હુમલો સતત વધી રહ્યો છે.શ્વાનના હુમલોથી ક્યાક લોકો મોતને પણ ભેટી રહ્યા છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થ નગર પાસે રખડતા શ્વાને ફાડી નાખતા બાળકીનું મોત નીપજ્યું છે.


આ નવી આગાહી તમારું દિમાગ ચકરાવે ચઢાવશે : ઠંડી જશે પછી આ સહન કરવા પડશે આવા દિવસો