Surat News : સુરત સિવિલ હોસ્પિટલમાં આજે આવેલી એક વિદેશી દર્દીએ ભારે ચર્ચા જગાવી હતી. આ મહિલા દર્દી હડકવાના ઈન્જેક્શનનો બીજો ડોઝ લેવા માટે આવી પહોંચી હતી. નોર્વેથી ભારત ફરવા આવેલી યુવતીને મુંબઈમાં કુતરું રમાડતા સમયે કરડ્યુ હતું. તેથી યુવતી વેક્સીનનો બીજો ડોઝ મૂકાવવા માટે સુરત સિવિલ હોસ્પિટલ આવી પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકત એમ હતી કે, નોર્વેમાં રહેતી એલા નામની એક યુવતી ભારતમાં ફરવા આવી હતી. આ દિવસોમાં તે મુંબઈમાં કૂતરાને રમાડી રહી હતી, ત્યારે તેને કૂતરુ કરડ્યુ હતું. આ માટે તેને મુંબઈની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. 


જન્મ આપનારીનું પણ કાળજું કેવુ કઠણ નીકળ્યું! વ્હાલસોયીને ચોથા દિવસે રસ્તે રઝળતી મૂકી


આ બાદ એલા મિત્રો સાથે સુરત ફરવા આવી હતી. પરંતુ તેનું હડકવાના ઈન્જેક્શનનો બીજો ડોઝ લેવાનો બાકી હતી. તેથી તે બીજો ડોઝ લેવા માટે સુરત સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. 


વિદેશી યુવતી ઈન્જેક્શન લેવા આવતા સુરત સિવિલ હોસ્પિટલમાં કુતુહલનો માહોલ સર્જાયો હતો. આ યુવતી ઈન્જેક્શન લેવા આવી ત્યારે લોકો તેને જોતા રહી ગયા હતા. જોકે, ડોઝ લઈને તે હોસ્પિટલમાંથી નીકળી ગઈ હતી. પરંતુ તેની આ મુલાકાતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 


જન્મ આપનારીનું પણ કાળજું કેવુ કઠણ નીકળ્યું! વ્હાલસોયીને ચોથા દિવસે રસ્તે રઝળતી મૂકી