મેડિકલ, જીવનજરૂરી અને વ્યસનની વસ્તુની કાળાબજારી કરનારાઓ પર સરકારની લાલઆંખ
હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતીને જોતા કેટલાક વેપારીઓ દેશ પર આવી પડેલા આ ગંભીર સંકટનો ફાયદો ઉઠાવી રહ્યા છે. મેડિકલને લગતી વસ્તુઓ અને જીવન જરૂરી વસ્તુઓ ઉપરાંત શાકભાજી અને દુધ સહિતની વસ્તુઓમાં પણ કાળા બજારી કરી રહ્યા છે. ઉપરાંત વ્યવસનની વસ્તુઓ જેવી કે સિગારેટથી માંડી મસાલાનાં ભાવ પણ ડબલ થઇ ચુક્યા છે. ત્યારે સરકાર દ્વારા આ લૂંટને અટકાવવા માટે કડક પગલા લેવાનું ચાલુ કરવામાં આવ્યું છે.
અમદાવાદ : હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતીને જોતા કેટલાક વેપારીઓ દેશ પર આવી પડેલા આ ગંભીર સંકટનો ફાયદો ઉઠાવી રહ્યા છે. મેડિકલને લગતી વસ્તુઓ અને જીવન જરૂરી વસ્તુઓ ઉપરાંત શાકભાજી અને દુધ સહિતની વસ્તુઓમાં પણ કાળા બજારી કરી રહ્યા છે. ઉપરાંત વ્યવસનની વસ્તુઓ જેવી કે સિગારેટથી માંડી મસાલાનાં ભાવ પણ ડબલ થઇ ચુક્યા છે. ત્યારે સરકાર દ્વારા આ લૂંટને અટકાવવા માટે કડક પગલા લેવાનું ચાલુ કરવામાં આવ્યું છે.
લોકડાઉન વચ્ચે મોરબીના ટંકારામાં પરપ્રાંતિય દંપત્તી હત્યાથી ચકચાર
રાજકોટ જિલ્લા કલેક્ટરને માસ્કની કાળા બજારી થઇ હોવાની માહિતી મળી હતી. જેના પગલે તેઓએ પુરવઠ્ઠા વિભાગને જાણ કરતા પુરવઠ્ઠા વિભાગે ત્રણ મેડિકલ સ્ટોર પર તત્કાલ દરોડા પાડ્યા હતા. જેના પગલે 27 હજાર માસ્કનો જથ્થો ઝડપાઇ ગયો હતો. આ 100 રૂપિયાના માસ્ક 400 રૂપિયામા મેડિકલ સ્ટોર દ્વારા વેચવામાં આવી રહ્યા હતા.હાલ તો પુરવઠ્ઠા વિભાગે તમામ જથ્થો સીઝ કરીને મેડિકલ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Corona LIVE: કોરોના હોટસ્પોટ બન્યા મહાનગરો, પોઝીટીવ કેસના 5 KM વિસ્તારની તપાસ થશે
રાજકોટનાં કારણપરામાં આવેલ કેર એન્ડ કેર, ભીલવાસમાં આવેલ શ્રીહરિ મેડિકલ અને કાલાવડ રોડ પર આવેલ હેલ્થકેર મેડિકલ ખાતે પુરવઠ્ઠા વિભાગે દરોડા પાડ્યા હતા અને સમાજનાં દુશ્મનોને ઝડપી લીધા હતા. બીજી તરફ વડોદરાનાં બકરાવાડી વિસ્તારમાં પોલીસ રૂટિન રાઉન્ડ પર નિકળી હતી. ત્યારે જય અંબે પ્રોવીઝન સ્ટોર આસપાસ મોટા પ્રમાણમાં યુવાનો એકત્ર થયા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તપાસ કરતા જાણવા મળ્યું કે, કરિયાણાની દુકાનની આડમાં વેપારી મસાલા, સિગારેટ સહિતનાં દ્રવ્યો ડબલ ભાવે વેચી રહ્યો છે. પોલીસે જગદીશ હરિયાણીની ધરપકડ કરી છે. તેની પાસે રહેલા 1 લાખ રૂપિયાનાં જથ્થાને પણ જપ્ત કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube