મૌલિક ધામેચા/અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા (Corona Outbreak In Gujarat) દિન પ્રતિદિન વધી રહી છે. જેના કારણે તંત્ર અને રાજ્ય સરકારમાં ખળભળાટ મચ્યો છે. હાલ કોરોનાને કંઈ રીતે કાબૂમાં લેવો તેના માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, સામે થર્ટી ફર્સ્ટ છે અને ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે લોકોની ભીડ થવી સામાન્ય છે. આવી સ્થિતિમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે હાલ તો રાત્રિ કર્ફ્યૂના સમયમાં ઘટાડો કરાયો છે. પરંતુ શું આટલું કાફી છે? જવાબ હશે ના... તેમ છતાં લોકોને ફરીથી કોરોના નિયમોનું પાલન કરાવવા માટે રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર બાદ માસ્કનો દંડ વધ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને રાત્રી કર્ફ્યૂના સમયમાં ફેરફાર બાદ માસ્કના દંડ વધ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. શહેરમાં પોલીસ કોવિડ સોશિયલ ગાઈડ લાઈનનું પાલન થાય તેવો આગ્રહ રાખી રહી છે. જેથી માસ્ક વગર અમદાવાદમાં ફરતા 2317 વ્યક્તિઓ પાસેથી 23 થી 29 ડિસેમ્બર સુધીમાં 23.71 લાખ રૂપિયા દંડ વસુલાયો છે. છેલ્લા 5 દિવસમાં જાહેરનામામાં ભંગના 485 કેસો કરી 492 વ્યક્તિઓ સામે અટકાયતી કાર્યવાહી પોલીસે કરી છે. રાત્રી કર્ફ્યૂ ભંગના 381 કેસો કરી 376 વ્યક્તિઓ સામે પોલીસે અટકાયત કરી કાર્યવાહી કરી છે. 


મુસ્લિમ પતિને બીજી સ્ત્રી સાથે દરેક સંજોગોમાં સહવાસ કરવાનો મૂળભૂત હક નથી: ગુજરાત હાઈકોર્ટ


અમદાવાદ પોલીસે છેલ્લા 5 દિવસમાં 2,317 જેટલા લોકો માસ્ક વિના પકડાયા (Caught Without Mask In Ahmedabad) હતા. જેમની પાસેથી 23.71 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકો માસ્ક પહેરવાને ગંભીરતાથી લઈ રહ્યાં નથી. માસ્ક વિના ફરતા લોકોને ઝડપી (Caught Without Mask In Ahmedabad) પાડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને કડક આદેશ છે.


ગુજરાતમાં કોરોના બેકાબૂ (Corona Outbreak In Gujarat) બન્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે જરૂરી પગલા લેવા માટે તમામ પોલીસ અધિકારીઓને વિશેષ સૂચના આપવામાં આવી છે. જેમાં તમામ પોલીસ અધિકારીઓને માસ્ક પહેરવા, સેનેટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સહિત કોવિડ ગાઈડલાઈનનું (Covid Guidelines) પાલન કરાવવા માટે ખાસ સૂચના આપી હતી. ખાસ કરીને રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ અને શાક માર્કેટમાં પોલીસ પોઈન્ટ ઉભા કરવાનો આદેશ આપ્યો હતો.


અત્રે નોંધનીય છે  કે છેલ્લા 250 દિવસમાં માસ્ક વિનાના 21.40 લાખ લોકોને ઝડપીને તેમની પાસેથી રૂ.93.56 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે એપેડેમિક એક્ટ અને સરકારના જાહેરનામાંના ભંગની 33,407 ફરિયાદ દાખલ થઈ છે. જેમાં 42,228 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં જ જાહેરનામા ભંગ કરવા બદલના 300થી વધુ કેસ સામે આવી છે. જ્યારે લૉકડાઉન અને કરફ્યુના સમયમાં ફરી રહેલા 4.92 લાખ વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા છે. આ બધા પરથી સ્પષ્ટ થાય છે કે, કોરોના સામેની જંગમાં અમદાવાદીઓ કેટલી ઉદાસીનતા દાખવી રહ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube