રવિ અગ્રવાલ/ વડોદરા : 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને વડોદરા શહેર અને જિલ્લા પોલીસ સતર્ક બની છે. પોલીસે દારૂ કે રેવ પાર્ટીને રોકવા એક્શન પ્લાન ઘડ્યો છે. ત્યારે કેવો રહેશે પોલીસનો બંદોબસ્ત 31 મી ડિસેમ્બર ની ઉજવણીને લઈ વડોદરા જોઇન્ટ પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ સંબોધી હતી. વડોદરા શહેરમાં 4 સ્થળો એ 31 મી ડિસેમ્બર ને લઈ પાર્ટી નું આયોજન કરાયું છે. જેમાં દારૂ ની રેલમ છેલ રોકવા પોલીસ દ્વારા 11 ચેકપોસ્ટ તૈયાર કરાઇ છે. જ્યાંથી પસાર થતા વાહનોનું ચેકીંગ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિયાળામાં જેતપુરનાં આ પીણા માટે થાય છે પડાપડી, ડાયાબિટીસ જેવા દર્દો માટે અકસીર


શહેરમાં બ્રેથ એનેલાઈઝરથી શંકાસ્પદ લાગતા યુવક અને યુવતીઓનું ચેકીંગ કરાશે. જેને લઈને પોલીસની વિવિધ ટીમ 110 બ્રેથ એનેલાઈઝર મશીનથી ચેકીંગ કરશે. ટ્રાફિકના 70 પોઇન્ટ ગોઠવવામાં આવશે. જ્યારે 250 બેરિકેડ મુકવામાં આવશે. પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ ખાતે ખાસ ચેકીંગ હાથ ધરાશે. ઉપરાંત ડ્રગ એડિકટને પકડવા માટે નારકોટિક્સની ખાસ કીટ સાથે એસઓજીની 3 ટિમો તૈનાત રહેશે. નવલખી મેદાનમાં દુષ્કર્મ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ અવાવરું જગ્યાઓ પર નિયોન લાઈટ લગાડવામાં આવી છે.


કચ્છના કંડલા પોર્ટ પર મિથેનોલની વિશાળ ટેન્કમાં ભયાનક બ્લાસ્ટ બાદ આગ, 3નાં મોત


પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 42 જેટલી પીસીઆર વાન મોડી રાત્રી સુધી પેટ્રોલિંગમાં રહેશે. જેમાં રાત્રે અટવાઈ પડેલ યુવતીઓ અને મહિલાઓને ઘરે પહોંચવું હોય તો પણ પોલીસની ગાડી તેમની મદદ કરશે. ઉપરાંત વડોદરા પોલીસ દ્વારા એન્ટી રોમિયો સ્ક્વોડની પણ રચના કરાઈ છે. જેમાં મહિલા પોલીસ પણ તૈનાત રહેશે. વડોદરા શહેર ઉપરાંત જિલ્લામાં પણ નવા વર્ષને વધાવવા પાર્ટીઓનું આયોજન કરાયું છે. ફાર્મ હાઉસ અને હોટેલમાં પાર્ટી યોજાશે. વડોદરા જિલ્લામાં 7 સ્થળોએ પાર્ટી યોજાશે જેને લઈ પોલીસે તમામ પાર્ટીના આયોજકોને સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવાના આદેશ કર્યા છે. તો પોલીસને તમામ ફૂટેજ જમા કરાવવાની સુચના પણ આપવામાં આવી છે. પાર્ટીઓ માં મહિલા પોલીસ સાદાં કપડાં માં ફરજ બજાવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube