જૂનાગઢના કમિશ્નરની કોરોના સામે લડવા માટેની જડબેસલાક તૈયારી, હજી સુધી એક પણ કેસ નહી
શહેરમાં કોરોનાનો હજી સુધી એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી, આ સ્થિતી જ જળવાઇ રહે અને શહેરનાં નાગરિકો સુરક્ષીત રહે તે માટે મહાનગર પાલિકાના કમિશ્નર, વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રની સાવચેતીના ભાગ રૂપે લેવાય રહ્યા છે. વિશ્વ આખામાં જ્યારે કોરોનાએ પોતાનો કહેર વર્તાવ્યો છે, ત્યારે હાલ જૂનાગઢ જિલ્લો તેમાંથી બાકાત છે. ખાસ કરીને જૂનાગઢનું વહીવટી તંત્ર આગમચેતીના ભાગ રૂપે પહેલેથી જ એલર્ટ થય ગયું હતું.
જૂનાગઢ: શહેરમાં કોરોનાનો હજી સુધી એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી, આ સ્થિતી જ જળવાઇ રહે અને શહેરનાં નાગરિકો સુરક્ષીત રહે તે માટે મહાનગર પાલિકાના કમિશ્નર, વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રની સાવચેતીના ભાગ રૂપે લેવાય રહ્યા છે. વિશ્વ આખામાં જ્યારે કોરોનાએ પોતાનો કહેર વર્તાવ્યો છે, ત્યારે હાલ જૂનાગઢ જિલ્લો તેમાંથી બાકાત છે. ખાસ કરીને જૂનાગઢનું વહીવટી તંત્ર આગમચેતીના ભાગ રૂપે પહેલેથી જ એલર્ટ થય ગયું હતું.
Corona LIVE : બોપલમાં પોઝિટિવ કેસ આવતા હડકંપ, આખો કોમ્પ્લેક્સ ક્વોરન્ટીન
જૂનાગઢના કમિશ્નર, કલેક્ટર તથા એસપી પોતે રસ્તા પર ઉતરીને લોકોને સાવચેતી રાખવા. સોશિયલ ડિસ્ટન્સ રાખવા અપીલ કરી રહ્યા છે. હાલ જૂનાગઢ જીલ્લામાં જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશ્નર તુષાર સુમેરા પોતાની જવાબદારી બેખુબી રીતે નિભાવી રહ્યા છે. હાલમાં જ જૂનાગઢમાં મહાનગર પાલિકાના કમિશ્નર દ્વાર 104 ડોક્ટરની ટીમ બનાવી ડોર ટુ ડોર સર્વે કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
જેતપુરમાં એમ્બ્યુલન્સ નહી મળતા વિધવા માતાએ રેકડીમાં પુત્રને લઇ જવા મજબુર
જે પણ ઘરનું સર્વે કરી લેવામાં આવે ત્યાં સફેદ સ્ટીકર ઘરના દરવાજા પર લગાવી દેવામાં આવે છે. જેથી આ ઘરનો સર્વે પુર્ણ થઇ ચુક્યો હોવાની જાણ તંત્રને થઇ જાય. ઝાંઝરડા રોડપરથી આ સર્વે ચાલુ કરવામાં આવ્યો છે. દરરોજના 2 વોર્ડનું સર્વે કરવામાં આવે છે. જે પણ શંકાસ્પદ વ્યક્તિ લાગે તેના સેમ્પલ લેવામાં આવે છે. રાજકોટની લેબમાં ટેસ્ટની માટે મોકલવામાં આવે છે.
'અ'સંસ્કારી નગરી! કોર્પોરેટરે વિરોધનાં નામે અનેક નિયમો તોડ્યા, આખરે કપડા પણ ઉતાર્યા
અત્યાર સુધીમાં આવા 55થી વધુ રિપોર્ટ લેવાય ગયા છે. જે બધા જ સદનસીબે નેગેટિવ આવેલા છે. આગળ જો કોઈ એવી મુસીબત આવે તો તેના માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને ત્રિમૂર્તિ હોસ્પિટલમાં 300 જેટલા બેડ, વેન્ટિલેટર તથા જરૂરિયાતના દરેક સાધનો પણ તૈયાર રખાયા છે. જરૂર પડ્યે પ્રાઇવેટ ડોક્ટરની સેવા પણ લેવામાં આવશે.
સાવધાન ! હવે પોલીસની નજર રહેશે સોસાયટીના સીસીટીવી પર
વહીવટી તંત્ર દ્વારા પુર્વતૈયારીના ભાગ રૂપે કંઈ જ કચાસ રાખવામાં આવી નથી. આગળ પણ કમિશ્નર દ્વાર એક વ્યુહ રચના કરવામાં આવશે, જેના અનુસાર પોલીસ અને મહાનગર પાલિકાની દરેક વોર્ડ વાઈઝ એક એક ટીમ નિયુક્ત કરી અને દરેક વોર્ડમાં નિયમભંગ કરનાર પર વોચ રાખવામાં આવશે. નિયમ ભંગકરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube