AHMEDABAD માં ફરાર અને તડીપાર આરોપીઓ વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી
શહેરમાં ગુનાખોરીનો દર ઓછો થાય તે માટે શહેર પોલીસ દ્વારા કુખ્યાત આરોપીઓ સામે પાસા અને તડીપાર સહિતની સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. બે કે તેથી વધુ ગુના દાખલ થયા હોય તેની સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ પોલીસે આવા કેટલાક આરોપીઓ વિરૃધ્ધ પાસા અને તળિપાર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં ગુનાખોરીનો દર ઓછો થાય તે માટે શહેર પોલીસ દ્વારા કુખ્યાત આરોપીઓ સામે પાસા અને તડીપાર સહિતની સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. બે કે તેથી વધુ ગુના દાખલ થયા હોય તેની સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ પોલીસે આવા કેટલાક આરોપીઓ વિરૃધ્ધ પાસા અને તળિપાર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
ભાવનગર યુવરાજ જયવિરસિંહે નિષ્કલંક મહાદેવને ધજા ચડાવી, શાસ્ત્રોક્ત રીતે પૂજન કર્યું
શહેરમાં શાંતિ અને સલામતી જળવાઇ રહે તે માટે શહેર પોલીસ દ્વારા કુખ્યાત ગુનેગારો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે છે. જે આરોપીઓ વારંવાર ગુના કરવાની ટેવ ધરાવે છે તેવા આરોપીઓ સામે જો બે કે તેથી વધુ ગુના દાખલ થાય તો આરોપીઓ વિરુદ્ધ પાસા કરવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે એટલે કે જાન્યુઆરીથી ઓગસ્ટ મહિના સુધી 491 આરોપીઓ વિરુદ્ધ પાસા કરીને અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે વિસ્તારમાંથી જે તે આરોપીનો ત્રાસ દૂર થાય તે માટે 136 આરોપીઓને તડીપાર કરવામાં આવ્યા છે.
શિક્ષક દિવસે જ ગુજરાત બન્યું શર્મસાર, ભ્રષ્ટ ઉચ્ચ અધિકારીના કારણે આચાર્યની આત્મહત્યા
ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે 1450 આરોપીઓ સામે પાસા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે 491 આરોપીઓને તડીપાર કરવામાં આવ્યાં હતાં. જે આરોપીઓ મિલકત સબંધી, શરીર સબંધી કે પછી પ્રોહિબિશન કે જુગાર સબંધિત ગુનાની ટેવ ધરાવતા હોય તેવા આરોપીઓ સામે પાસા અને તડીપાર હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.
GUJARAT CORONA UPDATE: નવા 14 કેસ, 16 સાજા થયા, એક પણ મોત નહી
જો કે આ સિવાય અમદાવાદ પોલીસ દ્વારા ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે પણ સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગત વર્ષે 328 બાળકો ગૂમ થયાં હતા. જેમાંથી 303 બાળકો શોધી કાઢવામાં અને ચાલુ વર્ષે ગુમ થયેલ 196 બાળકો માંથી 140 બાળકોને શોધી કાઢવામાં પોલીસ ને સફળતા મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube