મુસ્તાક દલ/જામનગર: કેન્દ્ર સરકારની ખેડૂત, વ્યાપારીઓ, મજૂરો, યુવાઓ, કેન્દ્રીય કર્મચારીઓ સંબંધી વિવિધ નીતિઓને લઇને લોકોમાં રોષ વધી રહ્યો છે. આજે દેશના લગભગ 25 કરોડ કામદારોની સામેલગીરી સાથે સરકારની કામદાર-કર્મચારી વિરોધી નીતિ સામે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કર્યું હતું. જેના પગલે જામનગરમાં પણ વિવિધ યુનિયનો હડતાલમાં જોડાયા હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણની વર્ષોજૂની માંગ પુરી થઇ પણ હવે તે શાપ સાબિત થઇ રહી છે


જામનગર શહેરના લાલબંગલા સર્કલ ખાતે આજે કેન્દ્રીય મજૂર સંગઠનો તેમજ અલગ-અલગ ઉદ્યોગના કર્મચારી સંગઠનોની હડતાલ પર ઉતરી વિરોધ વ્યક્ત કર્યો હતો. બેંક, રેલવે, એસ.ટી., જીઇબી સહિતના કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતાં. તેમણે સરકારની હાલની નીતિઓનો વિરોધ કર્યો હતો. હાલની મોંઘવારીને ધ્યાનમાં લેતાં રૂા. 21000નું રાષ્ટ્રીય લઘુત્તમ વેતન તથા સરકારી ભંડોળમાંથી રૂા.10,000નું લઘુત્તમ વેતન આપવા, જીઇબી, એસ.ટી. રેલવે અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નવી પેન્શન સ્કીમના બદલે જુની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગણી ઉપરાંત ખાનગીકરણના વિરોધમાં દેખાવો કર્યા હતાં. જેમાં વિવિધ ટ્રેડ યુનિયનના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં..અને મજદૂર સંગઠનની હડતાળથી યાદે બેન્ક સહિતની સેવાઓને સીધી અસર પહોંચી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube