રાજપીપળા : વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સિક્યુરિટી ગાર્ડ સહિત 9 જેટલા વિભાગોમાં ફરજ બજાવતા 440 જેટલા કર્મચારીઓને બે મહિનાથી પગાર જ ચુકવવામાં નથી આવ્યો. જેના પગલે કર્મચારીઓએ પગાર મળે તો જ કામગીરી ચાલુ કરવાની માંગ સાથે ઉપવાસ આરંભ્યા છે. L&T કંપનીનાં નેતૃત્વમાં આવતી UDS કંપનીમાં આ તમામ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચમાં મોટુ અનાજ કૌભાંડ: ગોડાઉનમાં MLA અને પુરવઠ્ઠા અધિકારીના દરોડાથી ખુલી પોલ

કેવડિયા કોલોની ખાતે ગુજરાતનું પ્રખ્યાત પર્યટન સ્થળ અને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા લોકડાઉનનાં કારણે 50 દિવસથી બંધ છે. જો કે તમામ સ્ટાફ તબક્કાવાર ફરજ બજાવે છે. તેમ છતા કંપની દ્વારા લોકડાઉન દરમિયાન કર્મચારીઓનો પગાર ન થતા કર્મચારીઓ દ્વારા શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું.


રાજ્યમાં કોરોના 15 હજારને પાર, સરકાર પ્રેસ નોટનાં નામે પ્રશસ્તિ કરતું ફરફરીયું પકડાવ્યું

હાલ કંપની આંદોલનને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કર્મચારી દ્વારા મક્કમ પણે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. કર્મચારીઓને કંપની દ્વારા સતત આશ્વાસન આપવામાં આવી રહ્યા છે. જો કે કર્મચારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને માસ્ક પહેરીને તમામ નિયમોના પાલન સાથે આંદોલન આરંભ્યું છે. કર્મચારીઓની માંગ છે કે તેઓ સામાન્ય પરિવારમાંથી આવે છે તેમના ઘર આ પગારમાંથી ચાલે છે, માટે તત્કાલ પગાર કરવામાં આવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube