Ahmedabad News અતુલ તિવારી/અમદાવાદ : અમદાવાદની GLS યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી એચ.એ. કોમર્સ કોલેજમાં ‘જય શ્રી રામ’ની નારેબાજી બાદ વિવાદ સર્જાયો છે. ‘જય શ્રી રામ’ના નારા લગાવનાર એચએ કોલેજના વિદ્યાર્થીઓને એચ.એ કોલજના પ્રીન્સિપાલ સંજય વકીલે કોલેજમાં ન્યુસન્સ ફેલાવવા બદલ માફીપત્ર આપવા કહ્યું હતું. કોલેજમાં બી.કોમ. સેમેસ્ટર-1નાં વિદ્યાર્થીઓએ લેક્ચર પૂર્ણ થયા બાદ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ત્યારે પ્રિન્સીપાલ દ્વારા 5 વિદ્યાર્થીઓ પાસેથી માફી પત્ર લખાવવામાં આવ્યા હતા. તો સાથે જ વિદ્યાર્થીઓ માફીપત્ર ના લખે તો સસ્પેન્ડ કરવાની ચીમકી આપી હતી. ત્યારે સસ્પેન્ડ થવાના ડરે  5 વિદ્યાર્થીઓએ પોતાનાં નામ અને સરનામાં સાથે પ્રિન્સીપાલને માફીપત્ર આપ્યું હતું. ત્યારે માફીપત્ર લખાવવા અંગેની જાણ થતા ABVP મેદાને આવ્યું હતું. ABVP નાં કાર્યકરોએ પ્રિન્સિપાલ ઓફિસની બહાર હનુમાન ચાલીસા કરી વિરોધ નોંધાવ્યો હતો. ABVP ના કાર્યકરોએ કરેલા વિરોધ બાદ ખુદ પ્રિન્સિપાલ પણ પોતે હાથ ઊંચો કરી જય શ્રીરામના નારા લગાવવા મજબૂર બન્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, અમદાવાદીન ફેમસ એચ.એ. કોમર્સ કોલેજમાં 2 દિવસ અગાઉ બીકોમ સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓએ લેક્ચર પૂરો થયા બાદ જય શ્રીરામના લગાવ્યા હતા. ત્યારે આ અંગે પ્રિન્સીપાલ દ્વારા વિરોધ કરાયો હતો. પ્રિન્સીપાલ સંજય વકીલે વિદ્યાર્થીઓને ઠપકાર્યા હતા. પ્રિન્સીપાલે વિદ્યાર્થીઓને કહ્યુ હતું કે, તમે ન્યુસન્સ ફેલાવી રહ્યા છો, તમે માફીપત્ર આપો, નહીં તો રસ્ટિકેટ કરવામાં આવશે.



જેના બાદ વિદ્યાર્થીઓ પાસેથી માફીપત્ર લખાવાયા હતા. ત્યારે આ મામલાનો વિરોધ ABVP એ કર્યો હતો. તેઓએ પ્રિન્સીપાલ સંજય વકીલની કેબિન બહાર હનુમાન ચાલીસાની ધૂન બોલાવી હતી. વિરોધ બાદ પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારી હતી અને ABVPના કાર્યકરો સાથે પોતે હાથ ઊંચો કરી જય શ્રીરામના નારા લગાવ્યા હતા.


જોકે, શૈક્ષણિક ધામમાં એબીવીપીના કાર્યકર્તાઓની આ ગુંડાગીરી કેટલી યોગ્ય કહેવાય તેવા સવાલો ઉભા થયા છે. તેમજ શૈક્ષણિક ધામમાં જ્યારે શિસ્ત હોવી જોઈએ, વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ ભણાવવા જોઈએ ત્યાં આ પ્રકારનું વર્તન યોગ્ય ન કહેવાય.