ઝી બ્યુરો/ગાંધીનગર: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી એકવખત પેપર ફૂટવા મામલે મોટા ખુલાસા કરીને ખળભળાટ મચાવ્યો છે. યુવરાજ સિંહ જાડેજાએ ગૌણ સેવા મંડળ પર ગંભીર આરોપ લગાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવરાજસિંહ જાડેજાએ આજે ગૌણ સેવાના પ્રશ્નપત્રો પ્રેસમાંથી લીક થયા હોવાનો ખુલાસો કરીને જણાવ્યું છે કે પ્રાંતિજ જેવી ઘટના ભાવનગરના પાલિતાણામાં બની છે. જેમાં 22 જેટલા ઉમેદવારોને બીશા ઉમળ ભવન ખાતે રાખવામાં આવ્યા હતા. 72 ઉમેદવારમાંથી 22 ઉમેદવારોને સબ ઓડિટરના પેપર અપાયા હતા, અને આ સમગ્ર કાંડનો મુખ્ય સુત્રધાર તુષાર મેર હોવાનું જણાવ્યું હતું. 


યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ભાવનગરના લોલિયા ગામમાં સબ ઓડિટરના પેપર આપવામા આવ્યા હતા. યુવરાજે વધુમાં જણાવ્યું હતું કે, તમામ ઘટનાનું ઓડિયો રેકોર્ડિંગ અમારી પાસે છે. પેપરના ભાવ 5 લાખથી 15 લાખ રૂપિયા હતો. જામનગર મનપાનું પેપર ચોટીલાથી લીક થયું હોવાનો આરોપ પણ મૂક્યો છે. 


જાણો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને શું કર્યા ગંભીર આક્ષેપ?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube