Rajkot News: તાજેતરમાં ગુજરાતમાં નાનાથી માંડી મોટા સુધી હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ત્યારે રાજકોટમાં ધોરણ-4માં અભ્યાસ કરતા બાળકને હાર્ટ એટેકથી મોત થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ધો.4માં અભ્યાસ કરતો પૂર્વાગ નેમિશભાઈ ધામેચાનું મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર ગુજરાતમાં મેઘાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં મેઘતાંડવ! જાણો ક્યા કેવો પડ્યો?


મળતી માહિતી પ્રમાણે પૂર્વાગ ધામેચાને છેલ્લા બે દિવસથી ઝાડા ઊલટી હોવાથી ખાનગી ક્લિનિકમાંથી દવા લીધી હતી. બાળક પોતાના ઘરે જમવા બેઠો હતો ત્યારે ઊલટી થતાં તે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. જો કે પૂર્વાગને વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. બાળકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનો તબીબોએ અભિપ્રાય આપ્યો હતો. જોકે પી.એમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે.


રાકેશ રાજદેવને ગુજરાત હાઈકોર્ટની લપડાક! 5 કરોડના વળતરના બદલામાં મળ્યો 5 લાખનો દંડ


ઉલ્લેખનીય છે કે, આજકાલ ઘણા કિસ્સાઓ પ્રકાશમાં સામે આવે છે જ્યારે જીમમાં વર્કઆઉટ કરતી વખતે અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ હૃદયના અજાણ્યા રોગો, યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડિહાઇડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવAન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યા છે અને હૃદયરોગના હુમલાની ઘટનાઓ વધી રહી છે.  


હવે ઉત્તર ગુજરાતનો વારો? અંબાલાલ પટેલની 'ઘાતક' આગાહી, જાણો ઓગસ્ટમાં કેવો રહેશે વરસાદ


એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે યુવાનોના હૃદય સતત નબળા થઈ રહ્યા છે. હાલના દિવસોમાં લોકો જે પ્રકારની જીવનશૈલી જીવે છે, તેની અસર હૃદય પર પડી રહી છે. જેના કારણે હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ વધી રહી છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ સૂચવે છે કે 2015 સુધીમાં ભારતમાં લગભગ 6.5 કરોડ લોકો હૃદય રોગથી પીડિત હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ 2.5 કરોડ લોકો 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે.


મેઘાની સટાસટી! સામાન્ય વરસાદમાં જ અમદાવાદના આ વિસ્તારોની તાસીર બદલાઈ, વાસણા બેરેજ...