દેવ ગોસ્વામી/સાબરકાંઠા: આમતો ગુજરાત સરકરા કરીનું સ્લોગન છે ભણશે ગુજરાત પણ સાબરકાંઠાના લીલાવંટા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓ પાસે મજૂરી કરાવામાં આવી રહી છે. સરકારી શાળામાં વિદ્યાર્થીનીઓને અભ્યાસની જગ્યાએ મજૂરી કરવામાં આવી રહી છે. બે વિદ્યાર્થીનીઓને મજૂરી કરવાતો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારા શિક્ષણની વાતો કરતી ગુજરાતની ભાજપ સરકાર સામે આ પ્રકારની ઘટનાઓ બનતા અનેક સવાલ ઉભી રહ્યા છે. સામાન્ય રીતે માતા-પિતા બાળકોને અભ્યાસ કરવા માટે શાળાએ મોકલતા હોય છે. પરંતુ  સાબરકાંઠાની લીલાવંટા સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરવામાં આવી રહી છે. બાળકોને શાળામાં અભ્યાસ નહિ પણ મજૂરી કરવામાં આવી રહી છે. આ પ્રથમ ઘટના નથી ગુજરાતમાં અનેક વાર આ પ્રકારની ઘટના સામે આવી છે. ત્યારે શિક્ષણ વિભાગના ઠાગા ઠૈયા સામે આવી રહ્યા છે.


વધુમાં વાંચો...વિજ બીલ માફીની જાહેરાત કરી સરકાર ફસાઇ, રાજ્ય ચૂંટણી પંચે માંગ્યો ખુલાસો


આ સરકારી શાળાની શિક્ષિકા દ્વારા બાળકને આદેશ કરવામાં આવ્યો કે, શાળાની બહારથી ડોલમાં પાણી લઇ આવો, માસૂમ બાળકીઓએ શિક્ષકની વાત માનીને શાળાની બહારથી પાણી ભરી રહી છે. જે તમે તસવીરમાં સ્પષ્ટ જોઇ શકો છો. શાળાની વિદ્યાર્થીને વીડિયોમાં પૂછવામાં આવ્યું કે, આ પાણી ભરવાનું કોને કીધું ત્યારે વિદ્યાર્થીનીઓએ જવાબ આપ્યો કે ‘મેડમે પાણી ભરી લાવવાનું કીધુ છે.’