અમદાવાદ : આજે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ચુક્યું છે. ત્યારે કોમર્સનાં વિષયો એકાઉન્ટ, સ્ટેટ કરતા ભાષાના વિષયોનું પરિણામ સારુ આવ્યું છે. કોમર્સનાં વિદ્યાર્થીઓ કરતા ભાષાનાં વિદ્યાર્થીઓ વધારે પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં વિસ્તાર, મહુવા તાલુકામાં સૌથી વધુ સવા ઇંચ જેટલો વરસાદ

પ્રથમ ભાષા ગુજરાતીમાં 3,22,162 પાસ થયા છે. 7009 નાપાસ થયા છે. અંગ્રેજીમાં 29384 પાસ અને 992 વિદ્યાર્થી નાપાસ થયા છે દ્વિતિય ભાષા હિન્દીમાં 95797 પાસ અને 1026 નાપાસ અને અંગ્રેજીમાં 304326 પાસ અને 36579 નાપાસ થયા છે. જ્યારે અર્થશાસ્ત્રમાં 261901 પાસ જ્યારે 11636 નાપાસ, ઓરિ ઓફ કોમર્સમાં 1,91,601 પાસ 16,823 નાપાસ, સંસ્કૃતમાં 1,30,350 પાસ 6264 નાપાસ, આંકડાશાસ્ત્રમાં 1,54,130 પાસ 28,076 નાપાસ, ફિલોસોફીમાં 82,424 પાસ 7,077 નાપાસ, સમાજશાસ્ત્રમાં  1,53,598 પાસ 2,623 નાપાસ, મનોવિજ્ઞાનમાં 1,00,165 પાસ 5,037 નાપાસ, ભૂગોળમાં 1,34,833 પાસ7,691 નાપાસ, એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટમાં 1,72,084 પાસ 24,356 નાપાસ અને કોમ્પ્યુટરમાં 88,007 પાસ 15,061 નાપાસ થયા છે.


ગ્રામીણ કેન્દ્રોનાં ટોપ પરિણામ સાબિત કરે છે કે શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે

વિષયવાર પાસ થનારાની ટકાવારીમાં પ્રથમ ભાષા ગુજરાતીમાં 97.87 તથા અંગ્રેજીમાં 96.73 ટકા, દ્વિતિય ભાષા હિન્દીમાં 98.94 ટકા અને અંગ્રેજીમાં 89.27 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે અર્થશાસ્ત્રમાં 95.75, ઓરિ. ઓફ કોમર્સમાં 91.93 ટકા, સંસ્કૃતમાં 95.41 ટકા, આંકડાશાસ્ત્રમાં 84.59 ટકા, ફિલોસોફીમાં 92.09 ટકા, સમાજશાસ્ત્રમાં 98.32 ટકા, મનોવિજ્ઞાનમાં 95.21 ટકા, ભૂગોળમાં 94.60 ટકા, એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટમાં 87.60 ટકા અને કોમ્પ્યુટરમાં 85.39 પરિણામ આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube