ભાવનગર : શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કાળીયાબીડમાં આવેલી અને ભાડાના મકાનમાં ચાલતી મારુતિ યોગાશ્રમ શાળાના બાળકો ખુલ્લા આકાશમાં ઝાડ નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળામાં માત્ર નાના 4 રૂમો વચ્ચે 177 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે ઓરડાઓની ઘટ હોવાના કારણે બાળકોને ઉનાળાના 39 ડિગ્રી તાપમાને ઝાડના છાંયે અભ્યાસ કરવો પડી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ માતા પોતાના સંતાનના રસ્તા પર નાખે છે ખીલા, ગીનિસ રેકોર્ડ પણ નોંધવાની તૈયારી


ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કુલ 55 જેટલી શાળાઓમાં કુલ 700 ઓરડા બનાવવામાં આવ્યા છે, તેમજ 22 ઓરડાની ઘટ વચ્ચે 24250 જેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ 55 શાળાઓ પૈકી અનેક પ્રાથમિક શાળાઓ હજુ પણ ભાડાના મકાનમાં ચાલી રહી છે. જે પૈકી કાળીયાબીડ વિસ્તારમાં આવેલી મારુતિ યોગશ્રમ શાળા સરકારી બિલ્ડિંગના અભાવે છેલ્લા 12 વર્ષથી ભાડાના મકાનમાં ચાલી રહી છે. 83 નંબરની આ શાળામાં આચાર્યની ઓફિસ સહિત માત્ર 4 ઓરડા જ છે. જેમાં ધોરણ 1 થી 8માં કુલ 177 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અને જેમાં પણ ઓરડાની ઘટ હોવાના કારણે 6ઠ્ઠા અને 7માં ધોરણના વિદ્યાર્થીઓ રૂમમાં, 4થા અને 5માં ધોરણના વિદ્યાર્થીઓ લોબીમાં, 8માં ધોરણના વિદ્યાર્થીઓ આચાર્યની ઓફિસમાં અને 1 થી 3 ધોરણના બાળકો ઉનાળાની 39 ડિગ્રી અંગ દઝાડતી ગરમીમાં ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.


વેરાવળમાં બાંદ્રા- સોમનાથ ટ્રેનમાંથી મળી આવ્યો મૃતદેહ, તંત્રના વાંકે રઝળતો રહ્યો દેહ


ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી આ શાળાને પોતાનું બિલ્ડિંગના હોવાના કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મારુતિ યોગેશ્રમ આશ્રમના ભાડાના બિલ્ડિંગમાં શાળા ચલાવવામાં આવી રહી છે. એક બાજુ ઉનાળાની ધોમધખતી ગરમી વચ્ચે પંખા વગર લોબી અને ઝાડ નીચે બેસી 39 ડિગ્રી તાપમાને બાળકો શેકાઈ રહ્યા છે. તો બીજી બાજુ આ શાળાનું મકાન બરાબર કંસારા નાળાની સાવ નજીક આવેલું હોવાથી ગટરના પાણીની તીવ્ર દુર્ગંધ થી વિદ્યાર્થીઓ પરેશાન છે. સરકાર ભણશે ગુજરાત ની વાતો કરી રહી છે, પરંતુ આ સ્થિતિમાં કઈ રીતે ભણશે ગુજરાત એ સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે.


પાટણની શુરપણખા: પ્રોપર્ટી માટે પોતાના ભાઇ, ભાભી અને ફુલ જેવી ભત્રીજીને વધેરી નાખી


આ બાબતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ ઓરડાઓના ઘટ હોવાનો સ્વીકાર કરી બે પાળીમાં શાળા ચલાવવામાં આવતી હોવાનું જણાવ્યું હતું તેમજ સર્વ શિક્ષા અભિયાન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની આ શાળા માટે નવા બિલ્ડિંગના નિર્માણની પ્રક્રિયા માટે ટેન્ડર પણ ભરાઈ ગયું હતું, પરંતુ એજન્સી દ્વારા ભાવ વધારો માંગવામાં આવતા ટેન્ડર કેન્સલ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ હવે રી-ટેન્ડરીંગ કરી ઝડપથી ટુંક સમયમાં આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરી કામ ચાલુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જ્યારે શિક્ષણ સમિતિના ચેરમેને જણાવ્યું કે, ઓરડાઓની ઘટનો કોઈ પ્રશ્ન નથી, તેમજ ઝાડ નીચે ખુલ્લામાં બેસી ભણાવવામાં આવેએ પર્યાવરણની દૃષ્ટિએ યોગ્ય હોવાનું જણાવ્યું હતુ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube