અમદાવાદ/જૂનાગઢ/ભુજઃ શાળામાં બાળકોને અભ્યાસ કરવા માટે મોકલવામાં આવે છે. આજથી શહેરી વિસ્તારમાં શાળા પ્રવેશોત્વસ શરૂ થયો છે. પરંતુ શાળામાં બાળકો પાસે કામ પણ કરાવવામાં આવે છે. કોઇક જગ્યાએ પોતા મરાવવામાં આવે તો કોઇક જગ્યાએ શૌચાલયમાં સાફ સફાઇનું કામ બાળકો પાસે કરાવવામાં આવે છે. રાજ્યમાં આજે આવી ત્રણ ઘટનાઓ બની છે. જેમાં બાળકો પાસે કામ કરાવતો વીડિયો વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની સરસપુરની નાલંદા શાળામાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતો વીડિયો વાઈરલ થયો છે. નાલંદા શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓના હાથમાં પાવડો પકડાવી દેવામાં આવ્યો છે અને તેમની પાસે માટી ઉપાડવામાં આવી રહી છે. હાલ આ વીડિયો વાઈરલ થયો છે. જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણની જગ્યાએ મજૂરી કરાવાઈ રહી છે. જો કે સમગ્ર મામલે શાળાએ મૌન સેવ્યું છે.


જૂનાગઢમાંથી બાળકો પાસે મજુરી કરાવતો વીડિયો વાઈરલ થયો છે. જૂનાગઢની ખમધ્રોલ શાળાના આચાર્યએ વિદ્યાર્થિનીઓ પાસે કામ કરાવતો વીડિયો વાઈરલ થયો છે. બાળકો પાસે પોતા મરાવવામાં આવી રહ્યાં છે.  


તો ભુજની મોટા રેહા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવવાનો વીડિયો વાઈરલ થયો છે. એક માસ અગાઉનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે વિદ્યાર્થીઓ પાસે શાળામાં શૌચાલય સાફ કરાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પાસે આવા કામ કરાવવા યોગ્ય નથી છતાં શાળામાં આ પ્રકારના કામ કરાવવામાં આવી રહ્યા છે. ભુજની મોટા રેહા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસની જગ્યાએ મજૂરી કરાવાઈ રહી છે.