નવનીત દલવાડી/ભાવનગર: રોજે રોજ ધરમાં વપરાશમાં લેવાતું દૂધ અસલી છે કે નકલી તે જાણવા માટે ભાવનગરની જ્ઞાનમંજરી ફાર્મસી કોલેજના વિધ્યાર્થીઓએ એક સરળ રીત શોધી કાઢી છે. જે માટે આયોડીનના માધ્યમથી એક એવું સોલ્યુશન બનાવવામાં આવ્યું છે, જેનું એક જ ટીપું દૂધમાં મિકસ કરવાથી નકલી દૂધનો કલર બદલાય જાય છે, મિશ્રણ બાદ દૂધ વાદળી કે આછો ભૂરો કલર પકડે તો તે નકલી દૂધ હોવાની પૂરેપુરી સંભાવના છે. જ્યારે મિશ્રણ બાદ અસલી દૂધના રંગમાં કોઈ ફેરફાર થતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજારમાં મળતી લગભગ મોટાભાગની ખાદ્ય ચીજવસ્તુઓમાં મોટાપાયે ભેળસેળ, મિલાવટ, અસલ-નકલ જોવા મળે છે. ફૂડ અને ડ્રગ ખાતા દ્વારા સમયાંતરે અને ખાસ કરીને તહેવારો દરમ્યાન બજારોમાંથી આવા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવતા હોય છે, અને નકલી ખાદ્ય પદાર્થોના કૌંભાંડો દિન પ્રતિદિન પ્રસિદ્ધ થઈ સામે આવતા હોય છે. પરંતુ જીવન જરૂરિયાત નું રોજિંદા વપરાશમાં લેવાતાં દૂધમાં આવા પરીક્ષણ કરવાની તાતી જરૂરિયાત હતી, જે ભાવનગરની જ્ઞાનમંજરી ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ પૂરી કરી છે, ભટ્ટ માનસી અને ગાંધી ભૈરવીએ એક એવી અનોખી પધ્ધતિ વિકસાવી છે કે જેમાં સામાન્ય લોકો હવે ઘરે બેઠા પણ દૂધની ચકાસણી કરી શકે તેવી સરળ રીત વિકસાવી છે. 


આજે ગુજરાત સહિત દેશભરમાં ખાધ પદાર્થો માં ભેળસેળ ખૂબ વધી ગઈ છે, ખાસ કરીને દૂધમાં ભેળસેળ થતી હોવાના અનેક અહેવાલો પ્રસિદ્ધ થયા છે. તેવા સમયે ભાવનગરની જ્ઞાનમંજરી ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા સંશોધનના કારણે હવે સામાન્ય લોકો પણ ઓછા ખર્ચે ઘરે બેઠા દૂધમાં થતી ભેળસેળ અંગે પોતે જ ચકાસણી કરી અસલી નકલીનો ભેદ જાણી શકશે.


જ્ઞાનમંજરી સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એચ. એમ. નિમ્બાર્ક તથા ફાર્મસી કોલેજના પ્રિસિપલ ડો. એ. એન. લુંભાણીએ વિધ્યાર્થીનીઓને આવી સરસ, સરળ અને ચોક્કસ પધ્ધતિ વિકસાવવા બદલ અને રોજે રોજ વપરાતી દૂધ જેવી ચીજવસ્તુની અસલી નકલી ની પરખ કેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube