અતુલ તિવારી/અમદાવાદ: રોજબરોજ સાયબર ક્રાઇમના ગુનાઓ સમગ્ર રાજ્યમાં વધી રહ્યા છે. આ સાયબરના ગુનાઓ ઉકેલવામાં અનેક ભેજાબાજો ચક્કર ખાય જતા હોય છે. ત્યારે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા સાયબર સિક્યુરીટીના વિદ્યાર્થીઓ હવે અમદાવાદ પોલીસને સાયબર સિક્યુરીટીના પાઠ ભણાવતા જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોજીંદા ઓનલાઈન ફ્રોડના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે એક આંકડા મુજબ અમદાવાદ શહેરમાં દર 2 દિવસે એક સાયબર ક્રાઇમના ગુનાની પોલીસ ચોપડે નોંધણી થઈ રહી છે. જે અંતર્ગત દર મહિને 15થી વધુ ગુનાઓ સાયબર ક્રાઈમના સામે આવે છે. સાથે જ સમગ્ર રાજ્યમાં 250થી વધુ સાયબર ક્રાઇમની અરજીઓ પોલીસને મળે છે. તેવામાં હવે GTUના વિદ્યાર્થીઓ પોલીસને સાયબર ક્રાઈમના ઉકેલની ટ્રેનિંગ આપશે જેની શરૂઆત GTUના આગામી સત્રથી થશે.


અમૂલે કિલો ફેટદીઠ દૂધના ભાવમાં આપ્યો 10 રૂપિયાનો વધારો, પશુપાલકોમાં ખુશી



હાલ તો GTUના વિદ્યાર્થીઓ અમદાવાદ અને રાજકોટ પોલીસને સાયબર ગુનાઓ ઉકેલવામાં મદદ પણ કરી રહ્યા છે. 6 મહિના અગાઉતો રાજકોટ પોલીસ સાથે જીટીયુ દ્વારા એમઓયુ પણ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે આગામી સમયમાં જીટીયુ અમદાવાદ પોલીસ સાથે એમઓયુ પણ કરવા જઈ રહી છે. આ એમઓયુ બાદથી નવા સત્રમાં અમદાવાદ પોલીસને સાયબર ગુનાઓના ઉકેલ માટેની ટ્રેનિંગ GTU દ્વારા શરુ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.