હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્ય સરકાર (Gujarat) ના એક નિર્ણયથી હજારે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થયા છે. ધોરણ 12ના લાયકાત પર બિન સચિવાલય ક્લાર્કની (Bin Sachivalay Clerk Exam) પરીક્ષા માટે પહેલા તો ફોર્મ ભરાવ્યા, અને જ્યારે પરીક્ષાની તારીખ આવી ત્યારે નિયમોમાં બદલાવ કરીને લાયકાત સ્નાતક કરવામાં આવી. ત્યારે આ પરીક્ષાની તૈયારી કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ તથા તેમના માતાપિતાનો રોષ ફાળી નીકળ્યો છે. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ આજે ગાંધીનગર (Gandhinagar) માં કર્મયોગી ભવન રજૂઆત કરવા પહોંચ્યા હતા, અને પોતાનો વિરોધ (Protest) સરકાર સામે દર્શાવ્યો હતો. આમ, રાજ્યભરમાં અનેક વિદ્યાર્થીઓએ સરકાર સામે છેલ્લે સુધી લડી લેવાની પણ ચીમકી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ અને સામાન્ય વહીવટ વિભાગ વચ્ચે બે વાગ્યે બેઠક છે. જેમાં શું ચર્ચા થાય છે તે જોવું રહ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ ફેમસ ‘યુનાઈટેડ વે’ના ગરબા આવ્યા વિવાદમાં, GST ચોરી મામલે આજે તપાસના ધમધમાટ શરૂ


વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ધોરણ-12 પાસની જગ્યાએ સ્નાતકની લાયકાત કરાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. આ માટે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કર્મયોગી ભવનમાં આજે રજૂઆત કરવા પહોંચ્યા છે. રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કર્મયોગી ભવન ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીએ પહોંચ્યા છે. સ્નાતકની જગ્યાએ ધોરણ-12 પાસ જ લાયકાત રાખવા માટે વિદ્યાર્થીઓએ માંગણી કરી છે. તેમજ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મામલે વિદ્યાર્થીઓ કોર્ટમાં પીઆઈએલ સુધીના પગલાં ભરશે તેવી વાત કહી હતી. હાલ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં આવી ગયા છે. ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓએ સરકાર સામે વિરોધના સૂત્રોચ્ચારો કર્યા હતા. તેઓએ ‘we want justice’ના નારા લગાવ્યા હતા. હાલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં તમામ પરીક્ષાર્થીઓ વિરોધ પર બેસી ગયા છે. 



રાજકોટમાં અપહરણનો કિસ્સો : દાદી-ભાઈને બાઈક પર નીચે ઉતારીને ચાલક 8 વર્ષની બાળાને લઈને ભાગી ગયો


પાલિતાણાના વિદ્યાર્થીની આત્મહત્યા કરવાની ચીમકી
પાલિતાણાના વિદ્યાર્થીનો સોશિલ મીડિયામાં એક વીડિઓ વાયરલ થયો છે. બિન-સચિવાલય કલાર્કની પરીક્ષા રદ થતા પાલિતાણાના આ વિદ્યાર્થીએ સરકારને ચીમકી આપી છે. પરીક્ષા લેવામાં નહિ આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી આ વીડિયોમાં આપવામાં આવી છે. સરકારની નીતિ રીતિ સામે વિદ્યાર્થીએ રોષ ઠાલવી સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. આ વિદ્યાર્થી વીડિયોમાં બોલી રહ્યો છે કે, પરીક્ષા લેવામાં નહિ આવે તો અમે આત્મવિલોપન સુધી જતા ખચકાશું નહિ. અમે છેલ્લા તબક્કા સુધી તમને છોડશું નહિ. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :