હાર્દિકની માંગ અને અલ્પેશની જેલ મુક્તિ માટે સુરતની શાળા કોલેજો બંધ, વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન
પાટીદારોના ગઢ ગણાતા સુરતમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
સુરત: પાટીદાર અનામત આંદોલન અને ખેડૂતોના દેવાની માફીને લઇને હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. જ્યારે તેના સમર્થનમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પાટીદારો દ્વાર વિરોઘ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ પાસના કન્વીનર અલ્પેશ કથરિયાની સરકાર રાજદ્રોહના ગુન્હામાં ઘરપકડ કરવામાં આવી છે. જેના વિરોધમાં પાટીદારોના ગઢ ગણાતા સુરતમાં પાટીદાર વિદ્યાર્થીઓ દ્વારા શાળા કોલેજો બંધ કરાવી કરવાનો નિર્ણય રાખીને વિરોધ દર્શાવી રહ્યા છે.
[[{"fid":"181477","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Surat-2","field_file_image_title_text[und][0][value]":"Surat-2"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Surat-2","field_file_image_title_text[und][0][value]":"Surat-2"}},"link_text":false,"attributes":{"alt":"Surat-2","title":"Surat-2","class":"media-element file-default","data-delta":"1"}}]]
અલ્પેશની જેલ મુક્તિ અને અનામતને લઇને વિરોધ
પાટીદારોના ગઢ ગણાતા સુરતમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સુરતની ધારુકા વાલા અને એન.એમ કોલેજ બંધ કરાવી વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. આ કોલેજો આગળ મોટી સંખ્યામાં શાળા તેમજ કોલેજોના વિદ્યાર્થીએ એકઠા થઇને હાર્દિક પટેલની માંગ તથા અલ્પેશ કથિરીયાની જેલ મુક્તીને લઇને વિરોધ કરી રહ્યા છે.