વડોદરાઃ નાણાકિય સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝ દ્વારા દેશ-વિદેશની તમામ ફ્લાઈટ રદ્દ કરી દેવાની જાહેરાતને કારણે અનેક મુસાફરો મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. તેમાં સ્ટડી ટૂર પર વિદેશ ગયેલા પુણેના પંચગની ખાતે આવેલી સેન્ટ પીટર સ્કૂલના 17 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષક પણ ફસાઈ ગયા છે. આ વિદ્યાર્થીઓમાં વડોદરાનો રોનક સોલંકી નામનો વિદ્યાર્થી પણ છે. જેટ એરવેઝના અધિકારીઓ દ્વારા મદદ કરવા બાબતે હાથ ઊંચા કરી દેવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક મહિના જેટ એરવેઝમાં પહેલા આવવા-જવાની ટિકિટ બૂક કરાવ્યા બાદ તમામ ઉડ્ડયન રદ્દ કરી દેવાને કારણે વિદેશમાં ગયેલા સ્કૂલના બાળકો તો ફસાઈ ગયા છે, પરંતુ અહીં દેશમાં તેમના માતા-પિતાની ચિંતામાં વધારો થઈ ગયો છે. કંપનીના પ્રવક્તાએ પણ આ સ્થિતિમાં કોઈ પણ પ્રકારની મદદ કરવાનો ઈનકાર કરી દીધો છે. 


દર વર્ષે યોજાય છે પ્રવાસ
પૂણેના પંચગનીમાં આવેલી સેન્ટ મેરી સ્કૂલ દ્વારા દર વર્ષે વિદેશની શિક્ષણ પદ્ધતિ જાણવા અને અભ્યાસ કરવા માટે દર વર્ષે આ પ્રકારે વિદેશ પ્રવાસનું આયોજ કરાય છે. આ વર્ષે સ્કૂલ દ્વારા ન્યુઝીલેન્ડનો પ્રવાસ ગોઠવવામાં આવ્યો હતો. તેના માટે એક મહિના પહેલા જ જેટ એરવેઝની આવવા-જવાની ટિકિટ બૂક કરાવી દેવાઈ હતી. 17 બાળકો અને 2 શિક્ષક 7 એપ્રિલના રોજ ન્યૂઝિલેન્ડ રવાના થાય હતા. તેમની રિટર્ન ફ્લાઈટ ન્યૂઝીલેન્ડ-ઓકલેન્ડ-સિંગાપુર-મુંબઈની હતી. મંગળવારે ન્યૂઝીલેન્ડથી રવાના થયા બાદ ઓકલેન્ડ પહોંચતા જ ખબર પડી કે જેટ એરવેઝ દ્વારા તમામ ફ્લાઈટ રદ્દ કરી દેવાઈ છે. બાળકો અને શિક્ષકો 22 એપ્રિલના રોજ મુંબઈ પહોંચનારા હતા. 


લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસના ધાનેરાના ધારાસભ્ય નાથા પટેલનો બફાટ


ગુજરાતના વધુ સમાચાર જણવા અહીં કરો ક્લિક...