Education USA Fair: દરેકનું સપનું હોય છે અમેરિકા જેવા દેશમાં જઈને ભણવાનું. જોકે, દરેકના પરિવારની સ્થિતિ એવી નથી હોતી કે તેઓ અધધ રૂપિયા ખર્ચીને અમેરિકા જેવા દેશમાં જઈને ભણી શકે. પરંતુ કહેવાય છેકે, સપના જોવા તો ઉંચા જોવા. તો જો તમે પણ અમેરિકામાં જઈને ભણવાના ઉંચા સપના જોઈ રહ્યાં હોવ તો તમારા માટે એક બહુ મોટા ગુડ ન્યૂઝ છે. જીહાં, અમેરિકા ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક સોનેરી તક ઉભી થઈ છે. જો કિસ્મત હશે તો શોર્ટ ટાઈમમાં ભારતથી વિમાન ઉડશે અને તમે પહોંચી જશો સપના સાકાર કરવા અમેરિકા...જાણો આ સપનું કઈ રીતે થઈ શકે છે સાકાર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં ટેલેન્ટની કમી નથી એ સૌ કોઈ જાણે છે, પણ ભારતીયને જરૂર છે તકની. જીહાં હવે તેમને મળી શકે છે આ આ સોનેરી તક. અમેરિકા ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. અમેરિકાની 80થી વધુ ટોપ યુનિવર્સિટીઓ સામે ચાલીને આવી રહી છે આપણાં ત્યાં આવી રહી છે. અમદાવાદ સહિત ગુજરાતના 8 શહેરોમાં US એમ્બેસીનો એજ્યુકેશન ફેર યોજાનાર છે. આ ફેરમાં તમને આપવામાં આવશે યુએસ માં પ્રવેશ માટેની તમામ જરૂરી માહિતી. આ ફેરમાં તમને આપવામાં આવશે એક્ઝામ, વિઝા અને યુએસમાં ઉચ્ચ અભ્યાસ માટેની તમામ જાણકારી. અહીં તમને સ્કોરશિપ અને અન્ય બેનિફિટ વિશે પણ વિગતવાર જાણકારી આપવામાં આવશે.


કયા સેક્ટરમાં છે અમેરિકામાં ઉત્તમ તકો?
ભારતમાં આઠ શહેરોમાં આવેલી યુએસએ એમ્બેસીમાં જુદા-જુદા દિવસે આ એજ્યુકેશન ફેરનું આયોજન થશે. જેમાં સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, આર્ટ્સ અને બિઝનેસ સેગમેન્ટમાં કારકિર્દી ઘડવા માગતાં વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન મળશે.
 



 


‘સ્ટડી ઈન ધ યુએસ’ યુનિવર્સિટી ફેર 24:
અમેરિકા પણ ટેલેન્ટને પોતાના દેશમાં વિશાળ તકો આપી રહી હોવાનો દાવો કરતાં વિદ્યાર્થીઓને આકર્ષવા નવીન પહેલો હાથ ધરી રહી છે. ભારતની USA એમ્બેસી ભારત સાથેની ભાગીદારીને વધુ મજબૂત બનાવતાં મોટો એજ્યુકેશન ફેર 2024 યોજવા જઈ રહી છે.યુએસ એમ્બેસીના એમ્બેસેડર એરિક ગારસેટીએ ઓગસ્ટમાં ભારતના વિવિધ શહેરોમાં એજ્યુકેશનયુએસએ ‘સ્ટડી ઈન ધ યુએસ’ યુનિવર્સિટી ફેર 24નું આયોજન કરી રહ્યું હોવાની જાહેરાત કરી છે. જેમાં ભારતના લાખો વિદ્યાર્થીઓને અમેરિકામાં અભ્યાસ અંગેનું માર્ગદર્શન પૂરુ પાડવામાં આવશે.


આપણાં ત્યાં આવી રહી છે અમેરિકાની 80 યુનિવર્સિટીઓઃ
ભારતની યુએસએ એમ્બેસી દ્વારા આયોજિત આ ફેરમાં 80થી વધુ યુનિવર્સિટી અને કોલેજો ભાગ લેવાની છે. જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ, અભ્યાસક્રમ, લાઈફસ્ટાઈલ, રોજગારની તકો વિશે માહિતી પૂરી પાડશે. તેમજ વિદ્યાર્થીઓને એડમિશનની પ્રક્રિયા અને વિઝા પ્રક્રિયા વિશે પણ જણાવશે.


ક્યારે અને ક્યાં યોજાશે એજ્યુકેશન ફેર?
અમદાવાદમાં 21 ઓગસ્ટે એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલી હયાત હોટલમાં આ એજ્યુકેશન ફેરનું આયોજન કરાયું છે. જેમાં બે સ્લોટમાં સમય ફાળવવામાં આવ્યો છે. સાંજે 6થી 7.30 અને 7.30થી 9 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ મુલાકાત લઈ શકશે. 


આ એજ્યુકેશન ફેરમાં ભાગ લેવા શું કરવું?
આ ફેરમાં ભાગ લેતાં પહેલાં દરેક વિદ્યાર્થીઓએ અહીં આપેલ લિંક પર ફરિજ્યાતપણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ સિવાય હૈદરાબાદમાં 16 ઓગસ્ટે, ચેન્નઈમાં 17 ઓગસ્ટે, બેંગ્લુરૂમાં 18 ઓગસ્ટે, કોલકાતામાં 19 ઓગસ્ટે, પુણેમાં 22 ઓગસ્ટે, મુંબઈમાં 24 ઓગસ્ટે અને નવી દિલ્હીમાં 25 ઓગસ્ટે આ ફેરનું આયોજન થશે.