અતુલ તિવારી/અમદાવાદ: MBBS બાદ PG મેડિકલ કોર્ષમાં પ્રવેશ મામલે હાલ એક વિવાદ સર્જાયો છે. PG ની એડમિશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રવેશ માટે વધુ એક રાઉન્ડ જાહેર કરાતા વિવાદ સર્જાયો હોવાની વાત સામે આવી છે. કેટલાક MBBS થયેલા વિદ્યાર્થીઓએ પ્રવેશનો અંતિમ રાઉન્ડ સમજીને જે પણ બ્રાન્ચ મળી એમાં પ્રવેશ નિશ્ચિત કર્યો હતો. જો કે અંતિમ રાઉન્ડમાં સ્ટેટ કવોટામાં એડમિશન થયા બાદ ઓલ ઇન્ડિયા કવોટામાં એડમિશન શરૂ કરાતા અનેક વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયાની લાગણી પ્રવર્તી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીચા મેરીટવાળા વિદ્યાર્થીઓ જેમને સ્ટેટ કવોટામાં પ્રવેશ નાં મળ્યો એમને ઊંચા મેરીટવાળા વિદ્યાર્થીઓ કરતા સારી બ્રાન્ચના ઓલ ઇન્ડિયા ક્વોટા અંતર્ગત પ્રવેશ મળે એવી સ્થિતિ પેદા થઈ છે. ઓલ ઇન્ડિયા કવોટામાં પ્રવેશ શરૂ થતાં ઊંચું મેરીટ હોવા છતાં સ્ટેટ ક્વોટામાં પસંદગીની બ્રાન્ચમાં એડમિશન ના મળ્યું તેવા વિદ્યાર્થીઓમાં ઠગાયાની લાગણી પ્રવર્તી છે. સ્ટેટ ક્વોટામાં પસંદગીની બ્રાન્ચ નાં મળતા અનેક વિદ્યાર્થીઓએ મજબૂરીમાં અન્ય બ્રાન્ચના પ્રવેશ મેળવ્યો અને હવે ઓલ ઇન્ડિયા કવોટામાં નીચા મેરીટના વિદ્યાર્થીઓને પ્રવેશની તક અપાઈ રહી છે. 


ગુજરાતમાં ફરી ઠંડી ભૂક્કા કાઢશે! ઉત્તરાયણમાં પવન મઝા બગાડશે કે ડબલ કરશે?


ઓલ ઇન્ડિયા મેરીટના પ્રવેશ મેળવનાર નીચા મેરીટના વિદ્યાર્થીઓને ઊંચા મેરીટવાળા વિદ્યાર્થીઓ કરતા સારી બ્રાન્ચ મળવાને કારણે ઊંચા મેરીટવાળા વિદ્યાર્થીઓને નુકસાન થયું છે. પોતે ઠગાયા હોવાની લાગણી સાથે વિદ્યાર્થીઓ હાઇકોર્ટમાં અરજી કરવાની તૈયારી કરી રહ્યા છે.  


વલસાડની પાર નદીમાં મોટી દુર્ઘટના, 6 વિદ્યાર્થીઓ ડૂબ્યા, બેના મોતથી પરિવારમાં શોક


ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સ્ટેટ ક્વોટાની બેઠક માટેની પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ પ્રક્રિયા 2 ડિસેમ્બરે પુરી થઈ હતી. સ્ટેટ ક્વોટાના ચોથા રાઉન્ડમાં અનેક વિદ્યાર્થીઓએ મજબૂરીમાં અન્ય બ્રાન્ચના પ્રવેશ મળ્યો હતો. સ્ટેટ ક્વોટામાં પોતાની મરજી મુજબની બ્રાન્ચ નાં મળી હોય તેવા વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા કવોટામાં પ્રવેશની તક આપવા માગ કરાઈ છે.


પાછી ઠેલાશે ધો.9થી 12ની પરીક્ષા, ગુજરાત શિક્ષણ બોર્ડને કેમ લેવો પડ્યો મોટો નિર્ણય?


ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઓલ ઇન્ડિયા લેવલની 2000 જેટલી બેઠકો માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ હતી. આ 2000 બેઠકો પર નીચા મેરીટવાળા વિદ્યાર્થીઓને સારી બ્રાન્ચના PG કરવાની તક મળે એવી સ્થિતિ પેદા થઈ, ઊંચા મેરીટવાળા વિદ્યાર્થીઓએ પ્રવેશ નિશ્ચિત કર્યો હોવાથી હવે પસંદગીની બ્રાન્ચના પ્રવેશ નાં મળે એવી સ્થિતિ સર્જાઈ છે. પ્રવેશનાં નિયમોની જડતાને કારણે ઊંચું હોવા છતાં એક વખત પ્રવેશ નિશ્ચિત કરાવ્યા બાદ એડમિશન બ્લોક થઈ ગયું હોવાથી ઊંચું મેરીટ હોવા છતાં છેતરાયાની લાગણી પ્રવર્તી છે. નીચા મેરીટના વિદ્યાર્થીઓને વધુ એક તક મળતી હોવાને કારણે ફાયદો થતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.


આ જાદુ નહીં, વૈજ્ઞાન છે! ગુજરાતના બાળ વૈજ્ઞાનિકોએ હાથ ધર્યો એવો પ્રોજેક્ટ કે....