પાંચ વર્ષથી ફેલ થતાં વિદ્યાર્થીઓને મળશે વધુ એક તક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધો મહત્વનો નિર્ણય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નાપાસ થયેલા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે.
ગૌરવ દવે, રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ છેલ્લા પાંચ વર્ષથી સતત નાપાસ થઈ રહેલાં વિદ્યાર્થીઓને છેલ્લી તક આપી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આવા વિદ્યાર્થીઓની રી-એક્ઝામિનેશન માટે દરવાજા ખોલ્યા છે. આ વિદ્યાર્થીઓને હવે પરીક્ષા આપવાની તક મળશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધો નિર્ણય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વર્ષ 2010થી 2015 વચ્ચે પ્રવેશ લીધેલા નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે અંતિમ તક આપી છે. યુનિવર્સિટીએ એક પરિપત્ર બહાર પાડીને જાણકારી આપી છે. યુનિવર્સિટી પ્રમાણે જે વિદ્યાર્થીઓ નાપાસ થવા છે અને ફરી પરીક્ષા આપવા ઈચ્છે છે તેને વધુ એક તક આપવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસની લોકોને અપીલ, કહ્યું- સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરવાથી દૂર રહો
મંગળવારથી ફોર્મ ભરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આપેલી માહિતી પ્રમાણે વર્ષ 2010થી 2015 વચ્ચે જે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો અને તે નાપાસ થયા છે, તેના માટે આ છેલ્લી તક છે. આ વિદ્યાર્થીઓ 1 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી વચ્ચે ઓનલાઇન ફોર્મ અને ફી ભરી શકશે. આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સહિતની ફેકલ્ટીના 1થી 6 સેમેસ્ટરના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. એટલે જે વિદ્યાર્થી નાપાસ થયેલા છે અને ફરી પરીક્ષા આપવા ઈચ્છે છે તેને વધુ એક તક મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube