વડોદરાની MS Uniનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓની લેવાશે Online Exam
રાજ્યમાં કોરોના સંકટને લઇને સ્કૂલો તેમજ કોલેજો બંધ રાખવામાં આવી છે. ત્યારે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં પરીક્ષાને લઇ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એમ.એસ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.
રવિ અગ્રવાલ, વડોદરા: રાજ્યમાં કોરોના સંકટને લઇને સ્કૂલો તેમજ કોલેજો બંધ રાખવામાં આવી છે. ત્યારે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં પરીક્ષાને લઇ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એમ.એસ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો:- છોટાઉદેપુરના મહિલા સાંસદ અનામત મુદ્દે કોમેન્ટ કરીને સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા
વડોદરાની એમ.એસ યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં પરીક્ષાને લઇ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીના બેચલરના ત્રીજા વર્ષ અને માસ્ટર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે. 17000 વિદ્યાર્થીઓની MCQ બેઝ્ડ પરીક્ષા લેવાશે. જો કે, કોરોનાના કેસ વધતા તંત્રએ આ નિર્ણય લીધો છે. જો કે, અગાઉ પર યુનિવર્સિટીમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube