એડમિશનનો ગૂંચવાડો: પોલિસી તૈયાર થાય બાદ વિદ્યાર્થીઓને કોલેજમાં મળશે એડમિશન
રાજ્ય સરકાર (State Government) અને શિક્ષણ વિભાગ (Education Department) ની બુધવારે મળેલી એક બેઠકમાં HSCના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass promotion) આપવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.
ઉમેશ પટેલ, વલસાડ: રાજ્ય સરકાર (State Government) અને શિક્ષણ બોર્ડ (Education Board) સાથે મળેલી એક બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા HSC (એચએસસી) માં અભ્યાસ કરતા સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે વલસાડ (Valsad) ની કોલેજોમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓને પડનાર તકલીફો અંગે કોલેજ પ્રશાસન મૂંઝવણમાં મુકાયું છે. વિદ્યાર્થીઓને કઈ રીતે એડમિશન આપવું કે પછી માર્ગદર્શનની રાહ જોવી.
શિક્ષણ વિભાગ (Education Department) માટે સૌથી મોટો ચેલેન્જીંગ પ્રશ્ન દેખાઈ રહ્યો છે. સાથે કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સંચાલકો રાહ જોઈ રહ્યા છે. વલસાડ (Valsad) જિલ્લામાં 9 હજારથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અસમંજસમાં મુકાયું છે. મેડિકલ (Medical) અને એન્જિનિયરિંગની કોલેજમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને મુશ્કેલી આવી પડે એવું કોલેજના આચાર્ય જણાવી રહ્યા છે. જિલ્લામાં સૌથી વધુ વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહની શાળાઓ આવેલી છે, જેને લઈને વિદ્યાર્થીઓ (Student) ને એડમીશન કઈ રીતે આપવું એ સવાલ ઉભો થયો છે.
લતીફ સાથે પણ સંપર્કમાં આવેલો નજીર વોરા 1994થી કરતો હતો આ કામ, હવે થયો જેલ ભેગો
રાજ્ય સરકાર (State Government) અને શિક્ષણ વિભાગ (Education Department) ની બુધવારે મળેલી એક બેઠકમાં HSCના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass promotion) આપવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. જેને લઈને HSCમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. શાળાઓ પાસ કર્યા બાદ મેડિકલ અને ઇજનેરી સહિતની જોલેજોમાં વિદ્યાર્થીઓને કાઈ રીતે પ્રવેશ આપશે તે અંગે કોલેજોમાં પ્રવેશ પોલીસે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે.
ગોમતીપુરમાં અંધશ્રદ્ધાનો અનોખો કિસ્સો: ચોરીના રૂપિયાની ભાળ મેળવવા ભુવા પાસે ગયા અને પછી...
જે બાદ કોલેજો (Collage) માં પ્રવેશ કરી શરૂ કરવામાં આવશે. ચાલુ વર્ષે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ (Students) ને પ્રવેશ માટે મેરીટ લિસ્ટ તૈયાર કરવાનો સૌથી મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે. વલસાડ ઇજનેરી કોલેજમાં 525 બેઠક સરકારી ઇજનેરી કોલેજમાં આવેલી છે. પોલીટેક્નિકમાં 700 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે. વલસાડ સાયન્સ કોલેજમાં 270 વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે. વલસાડ જિલ્લામાં 18 સરકારી અને ખાનગી કોલેજ મળીને 30થી વધુ કોલેજોમાં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ઘણી ગૂંચ ઉભી થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube