મૌલિક ધામેચા/અમદાવાદ: એલડી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા પોલીસ દોડતી થઈ હતી. બપોરના સુમારે વિદ્યાર્થીના સાથી મિત્ર હોસ્ટેલમાં પરત આવતા ઘરનો દરવાજો સગીરે ખોલેલો નહિ. અને ઘરમાં જ આત્મહત્યા કરી હોવાની જાણ પોલીસને કરવામાં આવી જેને પગલે પોલીસે બનાવ સ્થળે પહોંચી આત્મહત્યાનું કારણ જાણવા પ્રયત્નો શરૂ કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


એલડી એન્જિનિયરિંગ કોલેજના ટેક્સટાઇલ એન્જિનિયરિંગ માં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા સગીરે બપોરના સુમારે ઘરે હતો તે દરમિયાન આત્મહત્યા કરી ગળે ફાંસો ખાઈ સગીરે આત્મહત્યા કરતા ગુજરાત યુનિવર્સિટી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે, પોલીસને મળેલી વિગતો મૃતક સગીરે અનુસાર મૂળ સુરતમાં રહેતો આ વિદ્યાર્થી ટેક્સટાઇલ એન્જિનિયરિંગના અભ્યાસ સાથે અમદાવાદ આવેલો અને એલડી ઓંન્જિનિયરિંગની હોસ્ટેલના બી બ્લોકમાં રહેતો હતો. પરંતુ પરીક્ષા અંગેની કોઈ તૈયારી ન હોવાથી તેને ફોર્મ પણ ભર્યું ન હતું. 



ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ વી જે જાડેજાના જણાવ્યા અનુસાર આત્મહત્યાનું કારણ જાણવા પરિવારજન ને જાણ કરવામાં આવી છે. ત્યારે તેના સાથી મિત્રોને પણ પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


મરતા પહેલા મોબાઇલ ફોર્મેટ કર્યો
ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવનાર વિદ્યાર્થીએ મરતા પહેલા તેનો મોબાઇલ ફોર્મેટ કર્યો હતો. ઉપરાંત કોઇ સ્યુસાઇડ નોટ પણ મળી નથી.