ગૌણ સેવા પંસદગી મંડળને મળ્યા નવા ચેરમેન, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બદલાયા, IAS અધિકારીઓની બદલી
રાજ્ય સરકારે ચાર આઈએએસ અધિકારીઓની બદલી કરી છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળના નવા ચેરમેનની વરણી કરવામાં આવી છે તો રાજકોટને નવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે.
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા કેટલાક IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે એક અખબારી યાદી જાહેર કરી અધિકારીઓની બદલીની માહિતી આપી છે. રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડને નવા ચેરમેન મળ્યા છે. તો રાજકોટના મ્યુનિસિપલ કમિશનરની પણ બદલી કરવામાં આવી છે.
ગૌણ સેવાને મળ્યા નવા ચેરમેન
રાજ્ય સરકારે તુષાર ધોળકિયાને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંગળના ચેરમેન બનાવ્યા છે. પહેલા ગૌણ સેવાનો વધારાનો ચાર્જ આઈએએસ અધિકારી કમલ દાયાણી પાસે હતો. હવે સરકારે આ પદ પર તુષાર ધોળકિયાની વરણી કરી છે.
રાજકોટના કમિશનરની બદલી
રાજકોયના મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈની પણ બદલી કરવામાં આવી છે. જ્યારે તુષાર દલપતભાઈ સુમેરાને રાજકોટના નવા કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે ડીપી દેસાઈની રાજકોટથી બદલી કરી અમદાવાદ ઔડાના સીઈઓ બનાવવામાં આવ્યા છે.
[[{"fid":"615795","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
તુષાર સુમેરા વર્તમાનમાં ભરૂચના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં હતા, હવે તેમને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે ગૌરાંગ એસ મકવાણાની બદલી કરી તેમને ભરૂચના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.