અમદાવાદ: ભાજપના કેન્દ્રીય નેતા તથા રાજ્યસભાના સાંસદ સ્વામીએ સુબ્રમણ્યમ સ્વામી આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેઓએ સીબીઆઈ અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ મોટુ અને મહત્વનું નિવેદન આપ્યું. સ્વામીએ આરોપ લગાવ્યો છે કે ઈમાનદાર અધિકારીઓને હેરાન કરીને બદલી કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે બે દિવસથી CBI અને EDમાં જે થઇ રહ્યું છે તે ખુબ જ દુ:ખની વાત છે. હું UPAના સમયથી ભ્રષ્ટાચાર સામે લડત લડી રહ્યો છું. જ્યારે ભ્રષ્ટ અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા છે.


કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમ મામલે પણ ચોંકાવનારું નિવેદન આપતા મોદી સરકારના મંત્રી અને અધિકારી ચિદમ્બરમનો બચાવ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. અમદાવાદની નિરમા યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા આવેલ સ્વામીએ મોદી સરકારના 4 અધિકારીઓ ભ્રષ્ટ હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ આ અધિકારીઓ તેમની સરકાર નવા બદનામ કરી લાંછન લગાવતા હોવાનું કહ્યું. ઉપરાંત મોદી સરકારના એક મંત્રી પણ ચિદમ્બરમ ને મદદ કરી રહ્યા હોવાનું નિવેદન આપ્યું હતું.