Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટના એક શખ્સના નાકમાં 8 સેન્ટીમીટર લાંબો મસો થયો હતો. તેઓ લાંબા સમયથી મસાના દર્દથી પીડાતા હતા. ત્યારે આ દર્દીનું દૂરબીનના મદદથી સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ મસો એટલો લાંબો હતો કે, નાકના છિદ્રથી શરૂ થઈ છેક નાકની પાછળના તળવા સુધી પહોંચી ગયો હતો. ત્યારે નાકમાંથી મસો દૂર કરતા દર્દીએ દુખાવાથી મુક્તિ મેળવી છે. 
 
રાજકોટના લલિતભાઈ વાઘેલાનું છેલ્લા ચાર છ મહિનાથી શરદીથી નાક બંધ થઈ જતુ હતું. તેઓ લાંબા સમયથી આ તકલીફથી પીડાતા હતા. તેથી તેઓએ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. જેમાં નિદાન થયું કે, તેમના જમણા નાકમાં છેક ઊંડે સુધી એક મસો હતો અને તે આગળ નાકના છિદ્રથી શરૂ થઈ છેક નાકની પાછળ તળવા સુધી પહોંચી ગયો હતો. સિટી સ્કેન કરાવતા માલૂમ પડ્યું કે, તે મસો જમણી બાજુએ સાયનસ અને આખી નાકની જગ્યામાં પ્રસરી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈતિહાસ બદલવો પડે તેવી માહિતી : દેશમા ગણેશોત્સવની શરૂઆત મહારાષ્ટ્ર નહિ, પાટણથી થઈ હતી


તેથી દર્દીને ઓપરેશન માટે સમજાવી દૂરબીન Endoscope અને કેમેરા વડે સ્પેશિયલ મશિન માઇક્રોદેબરાઈથી ઓપરેશન કરાયું હતું. કોઈ પણ જાતના ચેકા ટાંકા વગર 8 સેન્ટિમીટર જેટલો મોટો મસો નાકમાંથી બહાર કઢાયો હતો. આમ મસો દૂર થતા જ લલિતભાઈને લાંબા સમયની પીડામાંથી મુક્તિ મળી હતી. રાજકોટના ડો.હિમાંશુ ઠક્કરે આ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી. 


પક્ષપલટુઓ પર બગડ્યા મનસુખ વસાવા, ભાજપમાં આવેલા આ નેતાનું કડવા શબ્દોથી કર્યું સ્વાગત


આ વિશે ડો.હિમાંશું ઠક્કરે જણાવ્યું કે, આ એક અનોખો કેસ હતો કેમ કે આટલો મોટો મસો આંખ અને મગજ સુધી પ્રસરી શકે તેમ હતો અને કાઢતી વખતે પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે તેમ હતું. કારણ કે, નાકના નાના છિદ્રમાંથી દૂરબીન વડે કાઢતી વખતે complications થવાની શક્યતા રહેલી હોય છે. પરંતુ કોઈ પણ જાતની તકલીફ વગર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. હાલ દર્દીને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવાઈ છે.


આ વિશે વધુ ડૉ ઠક્કરે જણાવ્યું કે, જો વ્યક્તિને સતત શરદી કફ જેવી સમસ્યાઓ રહેતી હોય તો તેને અવગણવી ન જોઈએ અને વહેલી તકે નિષ્ણાત ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઇએ.  


જૂની સંસદમાં ફોટો સેશન દરમિયાન બેભાન થયા ગુજરાત ભાજપના સાંસદ