જયેશ દોશી/નર્મદા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. અને લોકાર્પણના એક મહિના બાદ પણ મેનેજમેન્ટના અભાવે પ્રવાસીઓએ ઘણી હલાકીઓ વેઠવાનો વારો આવ્યો છે. દર સોમવારે મેન્ટેનન્સ થવા છતાં જે વ્યુઇન્ગ ગેલેરીની લિફ્ટ છે તે વારંવાર ખોટકાઈ રહી છે. અને જેને લીધે જ પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, અને જેને લઈને પ્રવાસીઓ માં ઘણો રોષ જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે બપોરના સુમારે લિફ્ટ બંધ થતા પ્રવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો કેમ કે, સોમવારની રજા બાદમંગળવાર અને બુધવારે સવારથી જ લાંબી કતારોમાંથી ટિકિટ લઇ પ્રવસીઓ સ્ટેચ્યુ જોવા ઉત્સાહ ભેર આવ્યા ત્યારે લિફ્ટ બંધ થતા પ્રવાસીઓ માં રોષ વધી ગયો અને કલાકો સુધી લિફ્ટમાં જવા બેસી રહેતા પ્રવસીઓ અકળાયા હતા. અને રિફંડ માંગણી કરાતા કર્મચારીઓ પણ સરકી ગયા હતા. ટેકનીશીયનો માં દોડધામ મચી ગઈ હતી.


વધુમાં વાંચો...દર્દીથી દૂર રહીને ગાંધીનગરમાં ડોક્ટરે કરી રોબોટીક્સ સર્જરી, રચ્યો વર્લ્ડ રેકોર્ડ


ઘણી મહેનત બાદ બપોરે 3-30 વાગે લિફ્ટ ચાલુ થતા પ્રવસીઓ નો હાશકારો થયો પરંતુ સવારે 8 થી 11 ના સ્લોટ માં આવેલ 1500 થી વધુ પ્રવસીઓને નિરાશા થઇ હતી. બપોર બાદ વ્યૂહ ગેલેરીમાં જવા મળ્યું હતું. જોકે આજે ફરીથી  લિફ્ટ ખોટકાવાની ઘટના બનતા નર્મદા જિલ્લા કલેકટર આર.એસ.નિનામા તથા સ્ટેટ્યૂ ઓફ યુનિટીના વહીવટકર્તા આઈ.કે.પટેલ ખાસ દોડી આવ્યા હતા અને આ લિફ્ટ ના કારીગરો ખાસ મુંબઈ થી બોલાઈ કાયમ માટે લિફ્ટ કાર્યરત રહે તેવા પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.