વલસાડ : શહેર નજીક હનુમાન ભાગડા ખાતે રહેતા રંગોળીકાર અનંત વાઘવંતકર દ્વારા તેમના ઘરે કલાત્મક રંગોળી કંડારી હતી. અનંત વાઘવંતકર દ્વારા છેલ્લા 35 વર્ષ ઉપરાંતથી વલસાડના લોકો માટે પોતાના ઘરની બહાર રંગોળી કંડારી લોકોને આકર્ષિત કરતા હોય છે. ચાલુ વર્ષે અજન્ટાના ઇલોરામાં કંડારેલી એક સુંદર કલાત્મક મૂર્તિમાંથી શ્રુગાર કરતી મહિલાની મૂર્તિની આબેહૂપ રંગોળી બનાવી હતી. જો કે કલાત્મક મૂર્તિના શેડ બનાવવામાં કલાકોની મહેનત લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ શહેર નજીક આવેલા હનુમાન ભાગડા ખાતે રહેતા રંગોળીકાર અનંત વાઘવંતકરની રંગોળી ખુબ જ પ્રખ્યાત છે. છેલ્લા 35 થી વધારે વર્ષથી કલાત્મક રંગોળી બનાવે છે. સમયને અનુરૂપ દર વર્ષે અનંત વાઘવંતકર દ્વારા કલાત્મક અને ભવ્ય રંગોળી બનાવવામાં આવે છે. 3 વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ અદ્ભુત રંગોળી તેઓ બનાવી ચુક્યા છે. આ અગાઉ તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની રંગોળી પ્રતિબિંબ રૂપમાં રંગોળી તૈયાર કરવામાં આવી હતી.


પાણી ઉપર તરતી રંગોળી અને પાણીની અંદર રંગોળી પણ અનંત વાઘવંતકર દ્વારા બનાવવામાં આવી હતી. ચાલુ વર્ષે રંગોળીકારે અજન્ટાના ઇલોરમાં શ્રુગર રૂપમાં કંડારેલી મૂર્તિના ફોટા ઉપરથી કલાત્મક ભવ્ય રંગોળી તૈયાર કરી છે.આ ઉપરાંત મહાભારતના યુદ્ધનું પણ એક અદભુત ચિત્ર ઉપરથી વધુ એક રંગોળી બનાવવામાં આવી છે.જો કે સામાન્ય કલરમાંથી આ બનાવાયેલી અદ્ભુત રંગોળી જોઇને તમે આશ્ચર્યચકિત થઇ જશો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube