અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનનાં ત્રીજા ફેઝમાં પોતાના વતન જવા ઇચ્છતા લોકોને કેટલીક શરતો સાથે છુટછાટ આપવામાં આવી છે. જો કે મોટા પ્રમાણમાં લોકોના એકત્રીત થવું, લોકોની હેરાફેરી જ વાયરસનાં સંક્રમણને ફેલાવે છે. પરંતુ સરકાર દ્વારા મોટા પ્રમાણમાં હેરાફેરીને છુટ આપવામાં આવી છે. જેનું પરિણામ પણ દેખાવા લાગ્યું છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ જ્યાં 1-2 અથવા તો કેસ જ નહોતા આવતા ત્યાંથી અચાનક કેસની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશથી આવી રહેલા નાગરિકોને ઘરે નહી જવા દેવાય, 14 દિવસ સંસ્થાગત ક્વોરન્ટાઇન કરાશે

સુરત અને અમદાવાદ સહિતનાં અનેક જિલ્લાઓમાંથી મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં લોકો આવવા લાગતા આ જિલ્લાઓમાં હવે કોરોનાનું જોખમ વધવા લાગ્યું છે. 10 દિવસ પહેલાનાં સૌરાષ્ટ્ર 11 જિલ્લાઓમાં કુલ થઇને 135 પોઝિટિવ કેસ હતા. જ્યારે માત્ર 8 લોકોનાં જ મૃત્યુ થયા હતા. જેમાં સૌથી વધારે રેડ ઝોન ભાવનગરમાં થયા હતા. જ્યારે 10 દિવસ બાદ એટલે કે 10મી મેનાં રોજ સૌરાષ્ટ્રનાં પોઝિટિવ કેસોમાં અચાનક ઉછાળો આવ્યો અને 269 કેસ થઇ ગયા. 


રાજકોટમાં બીડી નહી મળવાનાં કારણે 95 વર્ષીય વૃદ્ધે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી તંત્ર દ્વારા લોકોની લાગણીને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો. પરંતુ અધિકારીઓમાં આ નિર્ણય અંગે અસંતોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયનાં કારણે ત્રણ ત્રણ લોકડાઉન દરમિયાન કરાયેલી મહેનત પાણીમાં જશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં આ વાયરસ લોકડાઉન ખુલ્યા બાદ બેકાબુ બનશે તો સ્થિતી પર કાબુ મેળવવો મુશ્કેલ બની જશે.


જો આંકડાકીય માહિતી અંગે વાત કરીએ તો...


જિલ્લો 1 મે 10 મે
સુરેન્દ્રનગર 01  03
પોરબંદર 03 00
મોરબી 01 02
જૂનાગઢ 00 03
જામનગર 01 26
દ્વારકા 00 04
ગીર સોમનાથ 03 12
બોટાદ 21 56
રાજકોટ 58 66
ભાવનગર 47 94