અજય શીલુ/પોરબંદર: જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલ હનુમાનગઢ ગામે આગ લાગવાની દૂર્ઘટનામાં ત્રણ બાળકો ભડથુ થઈ જતા પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ છવાયો છે. હનુમાનગઢ ગામે વાડી વિસ્તારમાં અંદાજે બપોરે 1 થી 3 વાગ્યા વચ્ચે બનેલી ગોઝારી ઘટના ઘટી હતી. વાડીમાં રહી મજુરી કામ કરીને પોતાના પરિવારોનો ગુજરાન ચલાવતા મધ્યપ્રદેશના મજુર પરિવારોના 7 જેટલા બાળકો આ ઘટના બની ત્યારે વાડીએ ઝુંપડામાં રમી રહ્યા હતા. દરમિયાન પ્રાથમિક માહીતી પ્રમાણે બાળકો દ્વારા ચુલો સળગાવવાનો પ્રયાસ થતા ઝુંપડુ સળગી જતા તેમાં ત્રણ બાળકો આગની ચપેટમાં આવી જતા ઘટના સ્થળે જ તેઓના મોત નિપજ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં હનુમાનજી કરાવે છે પ્રેમી જોડાઓનું મિલન, ઉઠાવે છે તમામ જવાબદારી


જ્યારે 4 બાળકો બહાર નિકળી જવામાં સફળ થતા તેઓનો જીવ બચી ગયો હતો. આ ઘટનામાં જે કુમળી વયાના બાળકોના મોત નિપજ્યા છે, તેમાં રવી મુકેશ બામણીયા (ઉ.વ 3) અને નિર્મલા બામણીયા (ઉ.વ 2) આ બંન્ને સગા બેન-ભાઈનુ આગમાં મોત નિપજ્યુ છે. જ્યારે ત્રીજા જે બાળકનુ મોત નિપજ્યુ છે. તે લક્ષપી દીલીપ મસાણીયાની ઉમર માત્ર ત્રણ વર્ષની હોવાનુ સામે આવ્યુ છે, આમ આ ગોઝારી ઘટનમાં એકથી ત્રણ વર્ષની કુમળી વયના બાળકોના મોત નિપજતા પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube